Not Set/ ઝેરી દારૂથી થયુ મોત તો દોષીને થશે આજીવન કેદની સજાઃ શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર અને ઝેરી દારૂનાં કેસો અંગે રાજ્ય સરકારનું વલણ કડક બન્યું છે અને કેબિનેટની બેઠકમાં ઝેરી દારૂનાં દોષિતોને આજીવન કેદ અને ફાંસીની સજાની જોગવાઈને મંજૂરી આપવામાં આવી છે.

Top Stories India
ઝેરી

મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર અને ઝેરી દારૂનાં કેસો અંગે રાજ્ય સરકારનું વલણ કડક બન્યું છે અને કેબિનેટની બેઠકમાં ઝેરી દારૂનાં દોષિતોને આજીવન કેદ અને ફાંસીની સજાની જોગવાઈને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યનાં ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકનાં નિર્ણયોને  જણાવતા કહ્યુ હતું કે, જો આવા દારૂનાં સેવન માટે દોષિત સાબિત થશે તો આજીવન કેદ અને ફાંસીની સજાની જોગવાઇ કરવમાં આવી છે.

આ પણ વાંચો – ભરૂચ /  દહેજની SRF કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા, 1નું મોત , બે ગંભીર ઇજાગ્રસ્ત થયા

અત્યાર સુધી આવા કેસમાં પાંચથી દસ વર્ષની સજાની જોગવાઈ હતી. સાથે જ દંડની રકમ 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે. તેમણે વધુમાં માહિતી આપી કે, મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર દારૂ સંબંધિત વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે કેબિનેટે મંગળવારે આબકારી અધિનિયમ સુધારા બિલ-2021 ને મંજૂરી આપી છે. નવી નીતિમાં હેરિટેજ વાઇનની નવી શ્રેણી પણ ઉમેરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઝેરી દારૂનાં કેસમાં ફાંસીની સજાની જોગવાઈ અંગે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે જણાવ્યું હતું કે, માત્ર કાયદાઓ બનાવીને જ માફિયાઓ ક્યારેય ખતમ નહીં થાય, કાયદાનો અમલ ખૂબ મહત્વનો છે, સરકારની ઈચ્છા શક્તિ જોવી જોઈએ. ભૂતકાળમાં બનેલા કાયદાઓને યાદ કરતા તેમણે કહ્યું કે, બહેનો અને દીકરીઓની સલામતી માટે પણ સરકાર દ્વારા વર્ષોથી કડક કાયદાઓની વાત કરવામાં આવે છે, પરંતુ આજે પણ રાજ્યમાં બહેનો અને દીકરીઓ સુરક્ષિત નથી.

આ પણ વાંચો – બીનહરીફ થશે / જમીન વિકાસ બેંક રાજકોટ-મોરબી જિલ્લા ડીરેકટરના ઉમેદવાર હરદેવસિંહ જાડેજાને પ્રતિસ્પર્ધી ઉમેદવારે ટેકો કર્યો જાહેર

તે જાણીતું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં ગેરકાયદેસર અને ઝેરી દારૂનાં વેચાણનાં કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા સ્થળોએ, બનાવટી દારૂનાં સેવનથી લોકોનાં મોત પણ થયા છે. આવી બાબતો પર રાજ્યનું રાજકારણ પણ ખૂબ જ ગરમાયુ છે. આ જ કારણ છે કે, રાજ્યનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે છેલ્લા દિવસે સંકેત આપ્યો હતો કે રાજ્ય સરકાર આગામી દિવસોમાં આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર કડક કાર્યવાહીનો કાયદો બનાવવાનો નિર્ણય કરી શકે છે. મધ્યપ્રદેશ સરકારે દારૂની તસ્કરી અને તેના ગેરકાયદેસર ધંધાને રોકવાના ઉદ્દેશથી 20 થી વધુ સુરક્ષા ધોરણો સાથે દારૂની બોટલો પર QR કોડ હોલોગ્રામ લગાવવાનો પણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.