Music/ વરુણ અને સારાની ફિલ્મ કૂલી નંબર 1 નું નવુ સોન્ગ ‘મમ્મી કસમ’ રિલીઝ, જુઓ વીડિયો

કૂલી નંબર 1 નાં તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘ભાભી’ અને ‘હુસ્ન હૈ સુહાના સોંગ’ સતત ચાર્ટમાં ટોચ પર બની રહ્યુ છે, જ્યારે સારા અલી ખાન અને વરુણ ધવન એકવાર ફરી વધુ એક શાનદાર ગીત ‘મમ્મી કસમ’ ગીત સાથે પરત આવ્યા છે,

Entertainment
a 231 વરુણ અને સારાની ફિલ્મ કૂલી નંબર 1 નું નવુ સોન્ગ 'મમ્મી કસમ' રિલીઝ, જુઓ વીડિયો

કૂલી નંબર 1 નાં તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘ભાભી’ અને ‘હુસ્ન હૈ સુહાના સોંગ’ સતત ચાર્ટમાં ટોચ પર બની રહ્યુ છે, જ્યારે સારા અલી ખાન અને વરુણ ધવન એકવાર ફરી વધુ એક શાનદાર ગીત ‘મમ્મી કસમ’ ગીત સાથે પરત આવ્યા છે, ગીતને તૈયાર કરવામાં આવેલ છે, તનિષ્ક બાગચીએ અને મેલોડી સાથે ઉદિત નારાયણ, મોનાલી ઠાકુર અને રૈપર ઇક્કા સિંહનાં શાનદાર અવાજનો ખૂબ સારુ મિશ્રણ છે.

શબ્બીર અહેમદે ‘મમ્મી કસમ સોંગ’ ગીતનાં બોલ લખ્યા છે અને સારા અલી ખાન અને વરૂણ ધવન આ ગીતમાં જોવા મળી રહ્યા છે. આ મનોરંજક ટ્રેક ફિલ્મમાં સારા અલી ખાન અને વરુણ ધવનનાં પાત્રો વચ્ચે ચાલી રહેલા જબરદસ્ત રોમાંસની ઝલક આપે છે. કુલી નંબર 1 એ આ બંનેની પહેલી ફિલ્મ પણ છે, જેમાં બંને એક સાથે જોવા મળે છે.

નિર્માતા જેકી ભાગનાની કહે છે કે, “મમ્મી કસમ સોંગ” એ ફિલ્મનાં અસલ ટ્રેકમાંથી એક છે, જે તમામ યુગનાં સંગીત પ્રેમીઓને આકર્ષિત કરવા માટે બનાવવામાં આવી છે. આ સાથે આ કુલી નંબર 1 ની તમામ અનુભૂતિથી મેળ ખાય છે. તે એક અલગ પ્રકારનું મનોરંજક ગીત છે. આ ગીત રોમેન્ટિક અને હાસ્યજનક બાબતને બહાર લાવે છે જે ફિલ્મનાં મુખ્ય ભાગમાં છે. તનિષ્ક બાગચીનું સંગીત તમને ઝૂમવા માટે મજબૂર કરી દે છે, અને વરુણ અને સારાની કેમિસ્ટ્રી એક પરિચિત રીતે ઉભરીને સામે આવે છે.”

આ ફિલ્મમાં પરેશ રાવલ, જાવેદ જાફરી, જોની લિવર અને રાજપાલ યાદવ સહિત અન્ય કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખે કર્યું છે. આ નાતાલ પર ‘કૂલી નંબર 1’નું વિશિષ્ટ પ્રીમિયર 25મી ડિસેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર યોજાશે. આ ફિલ્મ વિશ્વના 200 દેશો અને પ્રદેશોમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સ્ટાર્સે કર્યું ધમાકેદાર ડેબ્યુ

ગ્લેમરસ અંદાજમાં પલક તિવારીએ કર્યું ફોટોશૂટ, તસવીરો થઈ રહી છે વાયરલ

રાજકુમાર રાવે શેર કર્યો શર્ટલેસ ફોટો, ચાહકો બોલ્યા- શું વાત છે મારા ટાઈગર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…