Gadgets/ ભારતમાં આજે લોન્ચ થશે Xiaomi Mi QLED 4K TV, OnePlus ને આપશે ટક્કર

Xiaomi આજે ભારતમાં Mi QLED 4K TV શરૂ કરવા જઇ રહી છે. Samsung, TCL અને OnePlus ને ટક્કર આપનાર આ ટીવીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે….

Tech & Auto
1st 48 ભારતમાં આજે લોન્ચ થશે Xiaomi Mi QLED 4K TV, OnePlus ને આપશે ટક્કર

Xiaomi આજે ભારતમાં Mi QLED 4K TV શરૂ કરવા જઇ રહી છે. Samsung, TCL અને OnePlus ને ટક્કર આપનાર આ ટીવીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. Xiaomi Mi QLED 4K TV આજે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે.

1st 49 ભારતમાં આજે લોન્ચ થશે Xiaomi Mi QLED 4K TV, OnePlus ને આપશે ટક્કર

તેની લાઇવ ઇવેન્ટ કંપનીનાં યુટ્યુબ સહિત અન્ય સોશિયલ મીડિયા ચેનલો પર જોઇ શકાય છે. Xiaomi Mi QLED 4K TV ને ભારતીય માર્કેટમાં ત્રણ ડિસ્પ્લે સાઇઝમાં લોન્ચ કરી શકાય છે. જેમાં 55 ઇંચ 65 ઇંચ અને 75 ઇંચનાં મોડેલો શામેલ છે. આ ટીવી MediaTek પ્રોસેસર અને ચાર માઇક્રોફોનથી સજ્જ હોઈ શકે છે. જો કે, કંપનીએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે ભારતમાં આ ટીવીનું કયુ મોડેલ આવશે.

Mi QLED 4K TV launch, livestream details

Xiaomi આજે 16 ડિસેમ્બર બપોરે 12 વાગ્યે Mi QLED 4K TV લોન્ચ કરશે. તેને ઓનલાઇન ઇવેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. કંપનીનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલો પર લોન્ચિંગ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ થશે.

1st 50 ભારતમાં આજે લોન્ચ થશે Xiaomi Mi QLED 4K TV, OnePlus ને આપશે ટક્કર

કિંમત કેટલી હોઈ શકે?

Mi TV 5 Pro ચીનમાં 3,699 યુઆન (આશરે 41,600 રૂપિયા) ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. ભારતીય બજારમાં Mi QLED 4K TV ની કિંમત તેની આસપાસ હોવાની સંભાવના છે. ચીનમાં, Mi TV 5 Pro સ્માર્ટ ટીવી 55 ઇંચ, 65 ઇંચ અને 75 ઇંચમાં ઉપલબ્ધ છે.

1st 51 ભારતમાં આજે લોન્ચ થશે Xiaomi Mi QLED 4K TV, OnePlus ને આપશે ટક્કર

આ સ્પેસિફિકેશન્સ મળી શકે છે

ભારતીય બજારમાં આવતા Mi QLED 4K TV ની વિગતો અંગેની માહિતી હજી બહાર આવી નથી. જો કે, Xiaomi એ પુષ્ટિ આપી છે કે આ નવુ ટીવી QLED ડિસ્પ્લે સાથે આવશે. ટીઝરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમાં મીડિયાટેક પ્રોસેસર મળશે. Xiaomi નાં આ નવા ટીવીમાં એચડીઆર સપોર્ટ મળવાની આશા છે. તે પૈચવોલ લોન્ચર સાથે એન્ડ્રોઇડ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

Flipkart કરશે ભારતીય બજારમાં Nokia લેપટોપ લોન્ચ, તેની પ્રી બુકિંગ થશે 18 ડિસેમ્બરથી…

હોન્ડા લઈને આવી રહ્યું છે વિઝન 110 સ્કૂટર, આવા હશે ફિચર્સ

ટિક-ટોક બન્યું નંબર વન એપ, ફેસબુકને પછાડી સૌથી વધુ થયું ડાઉનલોડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો