Not Set/ ગુજરાતમાં નોટબંધી બાદ સહકારી બેન્કોમાં 871 કરોડ રૂપિયાની બ્લેક મની જમા થયુ

અમદાવાદઃ ગુજરાતના રાજકોટ જિલ્લાની સહકારી બેન્કોમાં અત્યાર સુધીમાં સૌથી મોટા કાળાનાણાનું ટ્રાન્જેક્શનનો મામલો સામે આવ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ખુલાસો કરવમાં આવ્યો છે કે, 8 મી નવેમ્બર નોટબંધીના એલાન બાદ સહકારી બેન્કોમાં 4500 અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા. આ તમામ અકાઉન્ટ્સમાં  871 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. તમામ અકાઉન્ટ્સમાં 500 અને 1000 જૂની નોટ […]

Gujarat India
ગુજરાતમાં નોટબંધી બાદ સહકારી બેન્કોમાં 871 કરોડ રૂપિયાની બ્લેક મની જમા થયુ

અમદાવાદઃ ગુજરાતના રાજકોટ જિલ્લાની સહકારી બેન્કોમાં અત્યાર સુધીમાં સૌથી મોટા કાળાનાણાનું ટ્રાન્જેક્શનનો મામલો સામે આવ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ખુલાસો કરવમાં આવ્યો છે કે, 8 મી નવેમ્બર નોટબંધીના એલાન બાદ સહકારી બેન્કોમાં 4500 અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા. આ તમામ અકાઉન્ટ્સમાં  871 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

તમામ અકાઉન્ટ્સમાં 500 અને 1000 જૂની નોટ જમા કરવામાં આવી છે. તેમજ એક જ મોબાઇલ નંબરથી 5 દર્જનથી વધારે અકાઉન્ટ્સ ખોલવાની વાત પણ સામે આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, એક સપ્તાહમાં  એક ડર્જન નામોથી હજારો અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે.  આ અકાઉન્ટ્સ હોલ્ડરમાં બેન્કના અધિકારીઓ પણ શામેલ હતા.

આ અકાઉન્ટ્સમાં રૂપિયા જમા કરાવનાર મોટા ભાગના ડિપોઝિટ સ્લીપ્સ પર સિગ્નેચર અને પાન નંબર પણ નથી લખવામાં આવ્યા.ઇન્કમટેક્ષ વિભાગને આ મામલે શક છે કે, તમામ અકાઉન્ટ્સ ફેક હોઇ શકે છે. ઇન્કમટેક્ષ વિભાગ મામલાની તપાસ કરીને સંદિગ્ધ અકાઉન્ટ્સ હોલ્ડરની તપાસમાં લાગી ગઇ છે. તેમજ ઇન્કમટેક્ષ વિભાગની એક ટીમ બેન્ક કર્મચારીઓ સહિત ઘણા ખાતા ઘારકો પાસે પુછપરછ કરી રહી છે. ઇન્કમટેક્ષ વિભાગે બેન્કના તમામ સંદિગ્ધ અકાઉન્ટ્સના કેવાઇસી ડિટેલ પણ માંગવામાં આવે છે.