બેઠક/ આગામી વર્ષે રાજયોમાં યોજાનારી ચૂંટણી પહેલા RSS અને bJPની સંકલન બેઠક

ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની બે દિવસીય સંકલન બેઠક મંગળવારથી દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે

Top Stories India
bbbjjp આગામી વર્ષે રાજયોમાં યોજાનારી ચૂંટણી પહેલા RSS અને bJPની સંકલન બેઠક

આગામી વર્ષે યુપી,પંજાબ સહિત ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની બે દિવસીય સંકલન બેઠક મંગળવારથી દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે. જો સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં નીતિ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ અને અન્ય પદાધિકારીઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ ઉપરાંત આ બેઠકમાં શિક્ષણ, આરએસએસ સાથે સંકળાયેલ સંસ્કૃતિ જેવી વિવિધ સંસ્થાઓ ભાગ લઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. બેઠકમાં RSS-BJP અને તેની સરકારના પ્રતિનિધિઓ વચ્ચે વિચારોનું આદાન પ્રદાન થશે