પોલીસકર્મીની દાદાગીરી/ સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ

સુરત રેલવે પોલીસે એક વાહન ચાલકને લાફા માર્યા હતા, જે બાદ પોલીસતંત્રની સામે સવાલો થઈ રહ્યા છે. હકીકતમાં ટ્રાફિક મેમો બાબતે રેલવે પોલીસ અને વાહન ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી.

Gujarat Surat

સુરતના રેલવે સ્ટેશન પાસે પોલીસકર્મીની દાદાગીરી સામે આવી છે. પોલીસનો વીડિયો ઉતારતા યુવકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. વાહન ચાલક પાસે તમામ પેપરો હોવા છતાં કાર્યવાહી કરાતી હતી.. ખોટી રીતે કાર્યવાહી કરતી પોલીસનો યુવકે વીડિયો ઉતારતા વીડિયો ઉતારનાર યુવકને રેલવે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ યુવકને માર મારવામાં આવ્યો હતો.. ગત 5 ઓગષ્ટે બનેલી ઘટનાનો વીડિયો સોસીયલ મીડિયા વાયરલ પર થયો છે.

મળતી માહિતી અનુસાર, સુરત રેલવે પોલીસે એક વાહન ચાલકને લાફા માર્યા હતા, જે બાદ પોલીસતંત્રની સામે સવાલો થઈ રહ્યા છે. હકીકતમાં ટ્રાફિક મેમો બાબતે રેલવે પોલીસ અને વાહન ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી. જોકે અચાનક પોતાનો મિજાજ ગુમાવતા રેલવે પોલીસનો કર્મી વાહન ચાલકને લાફો મારી દે છે. જોકે આ દરમિયાન ઘટનાનો વીડિયો અન્ય વ્યક્તિ પોતાના કેમેરામાં ઉતારી લે છે. પોતાનો વીડિયો ઉતરતા જોઈને પોલીસકર્મી આ યુવક પાસે આવીને ફોન ઝૂંટવાનો પ્રયાસ કરતા દેખાય છે.

સુરતના એડવોકેટ મેહુલ બોઘરાએ પણ આ અંગે વિડીયો ટ્વિટ કરી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું છે કે, અનેકવાર ગુજરાતમાં પોલીસની હેરાનગતિના વિડીયો સામે આવતા હોય છે. જોકે સુરત રેલવે પોલીસે તો એક વાહનચાલકને મેમો બાબતની કોઈ માથાકૂટમાં લાફો ઝીંકી દેતાં પોલીસને આવો અધિકાર કોણે આપ્યો તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ સાથે બનાવ્યો ભારતનો નકશો; જુઓ આ અદ્ભુત દૃશ્ય

આ પણ વાંચો:સુરતમાં ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા માથું ધડથી અલગ

આ પણ વાંચો:GMSCLના ગોડાઉનમાં કૌંભાડની આશંકા, ગેરકાયદ સ્ટિકર લગાવી સગેવગે

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!