Not Set/ #Corona/ કોરોના વાયરસનાં ઉદ્ભવ સ્થાન વુહાનથી સમગ્ર વિશ્વ માટે આવ્યા Good News

ચીનનાં વુહાન શહેરથી કોરોના વાયરસની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આ મહામારી સમગ્ર દુનિયામાં ફેલાઇ હતી. વુહાન વિશે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. 26 એપ્રિલનાં અપડેટ મુજબ, વુહાનમાં હવે કોઈ કોરોના વાયરસ દર્દી નથી. ચીનની ન્યૂઝ એજન્સી સિન્હુઆ અનુસાર આરોગ્ય આયોગનાં પ્રવક્તા મી ફેંગે કહ્યું હતું કે, “આ પરિણામ વુહાનનાં આરોગ્ય કર્મચારીઓની મહેનતથી […]

World
8ecf89728d0c0b0c4c02fbc9ef29482a #Corona/ કોરોના વાયરસનાં ઉદ્ભવ સ્થાન વુહાનથી સમગ્ર વિશ્વ માટે આવ્યા Good News

ચીનનાં વુહાન શહેરથી કોરોના વાયરસની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આ મહામારી સમગ્ર દુનિયામાં ફેલાઇ હતી. વુહાન વિશે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. 26 એપ્રિલનાં અપડેટ મુજબ, વુહાનમાં હવે કોઈ કોરોના વાયરસ દર્દી નથી.

ચીનની ન્યૂઝ એજન્સી સિન્હુઆ અનુસાર આરોગ્ય આયોગનાં પ્રવક્તા મી ફેંગે કહ્યું હતું કે, “આ પરિણામ વુહાનનાં આરોગ્ય કર્મચારીઓની મહેનતથી આવ્યું છે.તેમણે કહ્યું કે વુહાનનો અંતિમ દર્દી 24 એપ્રિલે ઠીક થયો હતો. હુબેઇ પ્રાંતનાં આરોગ્ય કમિશનનાં જણાવ્યા અનુસાર, 25 એપ્રિલનાં રોજ વુહાનમાં કોરોના વાયરસનાં કોઈ નવા કેસ નોંધાયા નથી. વળી આ રોગથી કોઈનું મોત પણ થયું નથી. ચીનનાં હુબેઇ પ્રાંતમાં કોરોના વાયરસનાં 68 હજારથી વધુ કેસ નોંધાયા હતા. તેમાંથી 50 હજારથી વધુ કેસ ફક્ત વુહાન શહેરનાં જ હતા.

ડિસેમ્બર 2019 નાં અંતમાં, વુહાનમાં કોરોના વાયરસનાં ફાટી નીકળવાની પુષ્ટિ થઈ હતી. એવું કહેવામાં આવતું હતું કે, આ રોગ ચીનનાં સીફૂડ માર્કેટમાં પ્રાણીઓથી માણસોમાં આવ્યો હતો. ચીને 23 જાન્યુઆરીએ હુબેઇ પ્રાંતમાં લોકડાઉન કરી દીધુ હતુ. 76 દિવસો બાદ 8 એપ્રિલે, લોકડાઉનમાં લોકોને ઢીલ આપવામાં આવી. અગાઉ, ચીન પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે, વુહાનમાં કોરોના વાયરસનાં ચેપ અને તેનાથી થતા મૃત્યુનાં ડેટાને છુપાવવામાં આવ્યા છે. 16 એપ્રિલનાં રોજ, ચીને કહ્યું હતું કે ઘણા લોકો કે જેઓ હોસ્પિટલમાં પહોંચી શકતા નથી, તેઓને ગણતરીમાં શામેલ કરી શકાય નહી. ચીને વુહાનમાં મૃત્યુઆંકમાં 50 ટકાનો વધારો કર્યો અને કહ્યું કે ત્યાં 3,869 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.