Not Set/ #Corona/ લો બોલો, કોરોના સંકટ વચ્ચે WHO સહિત અન્ય સંગઠનોની વેબસાઈટ હેક

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સંકટ વચ્ચે આ દિવસોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ઓનલાઇન ચરમપંથ અને આતંકવાદ પર નજર રાખનારી એક ઇન્ટિલિજન્સ ગ્રુપ, એસઆઈટીઈ એ મંગળવારે મોટો ખુલાસો કર્યો, જે સાંભળ્યા બાદ તમે પણ ચોંકી જશો. એસઆઈટી અનુસાર, એક કથિત અજ્ઞાત કાર્યકર્તાએ ઇન્ટરનેટ પર કોરોના વાયરસ મહામારી સામે લડવાનું કામ કરતી રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા, વિશ્વ આરોગ્ય […]

World
original bitcoin bsv protocol can solve token hacking problems. #Corona/ લો બોલો, કોરોના સંકટ વચ્ચે WHO સહિત અન્ય સંગઠનોની વેબસાઈટ હેક

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સંકટ વચ્ચે આ દિવસોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ઓનલાઇન ચરમપંથ અને આતંકવાદ પર નજર રાખનારી એક ઇન્ટિલિજન્સ ગ્રુપ, એસઆઈટીઈ એ મંગળવારે મોટો ખુલાસો કર્યો, જે સાંભળ્યા બાદ તમે પણ ચોંકી જશો. એસઆઈટી અનુસાર, એક કથિત અજ્ઞાત કાર્યકર્તાએ ઇન્ટરનેટ પર કોરોના વાયરસ મહામારી સામે લડવાનું કામ કરતી રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા, વિશ્વ આરોગ્ય સંગઠન, ગેટ્સ ફાઉન્ડેશન અને અન્ય સમૂહો સાથે સંબંધિત લગભગ 25,000 ઈમેલ સરનામાં અને પાસવર્ડ શેર કર્યા છે.

જોકે, એસઆઈટીઇ એ પુષ્ટિ કરી નથી કે સોશિયલ મીડિયા પર શેર કરેલી ઈમેલ આઈડી અને પાસવર્ડ અધિકૃત છે કે નહીં. એસઆઈટીઇ એ જણાવ્યું હતું કે અમે રવિવાર અને સોમવારે આ અંગેની માહિતી મેળવી હતી જ્યારે ચરમપંથીઓ દ્વારા હેકિંગનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન સાયબર સિક્યુરિટી નિષ્ણાત રોબર્ટ પોટરે જણાવ્યું હતું કે ડબ્લ્યુએચઓનો ઈમેલ આઈડી અને પાસવર્ડ રિયલ છે કે નહીં તે તેઓ ચકાસી શકે છે. એસઆઈટીઇ એ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે, ઇન્ટરનેટ પર શેર કરેલા ઈમેઇલ્સ અને પાસવર્ડમાં એનઆઈએચથી સંબંધિત 9,938 ઈમેઇલ્સ અને પાસવર્ડ સૌથી વધુ છે. વળી, રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોનાં 6,857 ઈમેઇલ્સ અને પાસવર્ડ, વિશ્વ બેંકનાં 5,120 અને ડબ્લ્યુએચઓ સાથે સંબંધિત 2,732 ઈમેઇલ્સ અને પાસવર્ડ શેર કરવામાં આવ્યા છે. એસઆઈટીઇનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રીટા કાટ્ઝે જણાવ્યું હતું કે ઘણા ઈમેઇલ્સ અને પાસવર્ડની સાથે ઘણા ભડકાઉ સંદેશ પણ શેર કરવામાં આવ્યા છે.

Personal data of 23 million players of Webkinz children's game ...

આપને જણાવી દઈએ કે, આ સાયબર એટેક માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સનાં સંગઠન ગેટ્સ ફાઉન્ડેશન પર પણ થયો છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશને કોરોના વાયરસ સામે 150 મિલિયનનું ભંડોળ જાહેર કર્યું છે. એનઆઈએચ, સીડીસી, ડબ્લ્યુએચઓ અને વિશ્વ બેંકે મંગળવારે સાંજ સુધી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી. ગેટ્સ ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે અમારી ડેટા સુરક્ષા પદ્ધતિઓ અનુસાર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. હાલમાં અમારી સાયબર સિક્યુરિટીનાં કોઈપણ બહારનાં લોકો દ્વારા ડેટા ઉલ્લંઘન થવાના સંકેત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.