Not Set/ ઘાતક કોરોના..!! સિવિલના સિનિયર ડોક્ટરો બન્યા કોરોનાનો શિકાર

સિવિલના સિનિયર ડોક્ટરો કોરોનાનો શિકાર બન્યા છે.  નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ બી.કે.પ્રજાપતિ કોરોના પોઝિટિવ આવ્યા છે. મેડિસિન વિભાગના વડા ડૉ.કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની ડૉ.નિલિમા પણ સંક્રમિત થયા હતા

Ahmedabad Top Stories Gujarat
nitin patel 17 ઘાતક કોરોના..!! સિવિલના સિનિયર ડોક્ટરો બન્યા કોરોનાનો શિકાર

ગુજરાતમાં  કોરોના વાઈરસ ફરી એક વાર બેકાબુ બન્યો છે. દિવાળી બાદ અમદાવાદમાં ફરી એકવાર  કોરોના વિસ્ફોટ થયો છે. અને આ પરિસ્થતિ અમદાવાદની જનતા ની સાથે  હોસ્પીટલમાં સેવાબજાવતા ડોક્ટર્સ માટે વિકટ બની છે. ખાસ કરીને અમદાવાદ સિવિલ માટે આ કોરોના વિસ્ફોટ ઘટક સાબિત થયો છે. છેલ્લા બે દિવસમાં સિવિલ હોસ્પીટલના તબીબો માટે કોરોના ઘાતક નીવડ્યો છે.

સિવિલના સિનિયર ડોક્ટરો કોરોનાનો શિકાર બન્યા છે.  નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ બી.કે.પ્રજાપતિ કોરોના પોઝિટિવ આવ્યા છે. મેડિસિન વિભાગના વડા ડૉ.કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની ડૉ.નિલિમા પણ સંક્રમિત થયા હતા. પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ.જયેશ સચદેવ પણ પોઝિટિવ આવ્યા છે. એનેસ્થેસિયા વિભાગના વડા ડૉ.શૈલેષ શાહ પણ પોઝિટિવ આવ્યા છે. અન્ય ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા છે. લોકોને બચાવતા સિવિલના તબીબો કોરોનાનો શિકાર બન્યા છે.

નોધનીય છે કે આજ રોજ રાજ્યમાં કોરોના એ ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડીને 1515 કેસ નોધાયા છે.  જે સાથે ગુજરાતમાં કોરોના સંક્રમીતોની સંખ્યા 2 લાખની નજીક પહોચી છે. અમદાવાની મોટાભાગની સરકારી અને ખાનગી ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ફૂલ થઈ ચુકી છે.