પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલનો વધુ એક કથિત વીડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. આ વીડિઓમાં હાર્દિક પટેલ તેના અન્ય બે સાથીઓ એક યુવતી સાથે આપત્તિજનક સ્તિથીમાં નજરે જોવા મળી રહ્યા છે.
જો કે, આ વીડિઓની સત્યતા અંગે મંતવ્ય ન્યુઝ કોઈ પૃષ્ટિ કરતુ નથી.
મહત્વનું છે કે, આ અગાઉ પણ હાર્દિક પટેલનો એક હોટલના રૂમમાં યુવતી સાથે અંતરંગ પળો માણતો વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને ત્યારબાદ હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે, “હવે ગંદી રાજનીતિ શરૂ થઇ છે. મને બદનામ કરી લો તેનો કોઇ ફરક નહીં પડે પરંતુ ગુજરાતની મહિલાઓનું અપમાન થઇ રહ્યું છે”.