વડોદરા/ MGVCLમાં પણ કોરોનાએ લીધો ભરડો, 100 વિજકર્મી સંક્રમિત

રાજ્યમાં રોજ કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને સુરત આ બન્ને ખાસ કોરોનાની ઝપટમાં આવી ગયેલા શહેર છે.

Gujarat Vadodara
ગરમી 184 MGVCLમાં પણ કોરોનાએ લીધો ભરડો, 100 વિજકર્મી સંક્રમિત
  • MGVCLમાં પણ કોરોનાએ ભરડો લીધો
  • વડોદરા ડિવિઝનમાં 100 વિજકર્મી સંક્રમિત
  • વડોદરાનાં આણંદ, નડિયાદ, ગોધરા સર્કલમાં કોરોનાનો કહેર
  • વડોદરા કોર્પોરેટ ઓફીસમાં પણ સંક્રમણ વધ્યું
  • 3 એન્જીનીયરો પણ આવ્યાં કોરોનાની ચપેટમાં
  • MGVCLની કોર્પોરેટ કચેરીમાં 10થી વધુ કર્મીને કોરોના
  • ફિલ્ડ વર્ક કરતાં વીજકર્મીઓ સૌથી વધુ સંક્રમિત
  • કોરોના કેસો વધતાં MGVCLમાં દહેશત વધી

રાજ્યમાં રોજ કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને સુરત આ બન્ને ખાસ કોરોનાની ઝપટમાં આવી ગયેલા શહેર છે. ત્યારે હવે વડોદરાથી પણ કોરોનાને લઇને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

New Invention / હવે આવી ગયુ માત્ર નાકવાળું માસ્ક, આસાનીથી ખાઇ-પી શકશો

રાજ્યમાં કોરોનાનો કેર આજે પણ યથાવત છે. ત્યારે અમદાવાદ, સુરત બાદ હવે વડોદરા શહેરમાં પણ કોરોનાએ સ્પીડ પકડી છે. આપને જણાવી દઇએ કે, MGVCL માં પણ કોરોનાએ ભરડો લીધો છે. વડોદરાનાં આણંદ, નડિયાદ, ગોધરા સર્કલમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. વડોદરા કોર્પોરેટ ઓફિસને પણ કોરોનાએ પોતાની ઝપટમાં લઇ લીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, 3 એન્જિનિયરો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. વળી જો MGVCL ની કોર્પોરેટ કચેરીમાં 10 થી વધુ કર્મીને કોરોના થયો છે. ફિલ્ડ વર્ક કરતા વીજકર્મીઓ સૌથી વધુ સંક્રમિત થયા છે. ધીમે ધીમે કોરોનાનાં કેસો વધતા MGVCL માં દહેશત વધી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ