Not Set/ બેઈજિંગ ઓલિમ્પિક્સમાં કોરોના બ્લાસ્ટ, ઓલિમ્પિક વિલેજમાં 45 લોકો કોરોના પોઝિટિવ

ચીનનાં બેઈજિંગમાં શુક્રવારથી વિન્ટર ઓલિમ્પિક્સ 2022 શરૂ થઈ ગયુ છે. આ મોટા કાર્યક્રમની શરૂઆત રંગારંગ કાર્યક્રમ વચ્ચે કરવામાં આવી હતી, પરંતુ હવે તેના પછી તુરંત જ બેઇજિંગમાં કોવિડનાં નવા કેસ આવવા લાગ્યા છે.

World
11 71 બેઈજિંગ ઓલિમ્પિક્સમાં કોરોના બ્લાસ્ટ, ઓલિમ્પિક વિલેજમાં 45 લોકો કોરોના પોઝિટિવ

ચીનનાં બેઈજિંગમાં શુક્રવારથી વિન્ટર ઓલિમ્પિક્સ 2022 શરૂ થઈ ગયુ છે. આ મોટા કાર્યક્રમની શરૂઆત રંગારંગ કાર્યક્રમ વચ્ચે કરવામાં આવી હતી, પરંતુ હવે તેના પછી તુરંત જ બેઇજિંગમાં કોવિડનાં નવા કેસ આવવા લાગ્યા છે.

આ પણ વાંચો – IND VS WI / સુનીલ ગાવાસ્કરે DRS ને Dhoni Review System થી બદલી આપ્યું આ નવુ નામ

બેઇજિંગ ઓલિમ્પિકના આયોજકો દ્વારા માહિતી જારી કરવામાં આવી છે કે અત્યાર સુધીમાં 45 નવા કોવિડ કેસ નોંધાયા છે. માહિતી અનુસાર, ઓલિમ્પિક વિલેજમાં જે 45 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે, તેમાં 20 થી વધુ ખેલાડીઓ અથવા સ્ટાફ છે, જ્યારે અન્ય એવા છે જેઓ એરપોર્ટથી સીધા વિલેજમાં આવ્યા છે. જેમાં મીડિયા સાથે જોડાયેલા લોકો, ઈવેન્ટ સાથે જોડાયેલા લોકો અને અન્ય લોકો સામેલ છે. જો કે, આયોજકો દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે કે તેઓને આશા છે કે ઇવેન્ટ શરૂ થયા પછી તુરંત જ આવા કિસ્સાઓ મળી શકે છે, તેથી તેમની તૈયારીઓ પૂર્ણ છે.

આ પણ વાંચો – Shameful / ચીનમાં ઓલિમ્પિક કવરેજ કરી રહેલા પત્રકાર સાથે LIVE ટીવી પર કરાઇ આવી હરકત

જ્યાં જાણવા મળ્યું છે કે જેમ-જેમ રમત આગળ વધી રહી છે, તેમ-તેમ કોરોનાનાં કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે ઉદઘાટન સમારોહને કારણે મહેમાનોની સંખ્યા વધુ હતી, જેની સાથે રમત આગળ વધશે, પછી ઇવેન્ટ્સ અને ભીડ ઘટતી જશે. જણાવી દઈએ કે, 23 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વિન્ટર ઓલિમ્પિકનાં ક્ષેત્રમાં 353 કોરોના કેસ નોંધાયા છે.