Covid-19/ કોરોનાનો બ્લાસ્ટ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે જો આજે મંગળવારે કોરોનાવાયરસનાં નવા કેસોની વાત કરીએ તો તેમા ઘટાડો જોવા મળ્યો છે.

Top Stories India
ગરમી 97 કોરોનાનો બ્લાસ્ટ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે જો આજે મંગળવારે કોરોનાવાયરસનાં નવા કેસોની વાત કરીએ તો તેમા ઘટાડો જોવા મળ્યો છે. આજે સોમવારની તુલનામાં કોરોનાનાં નવા કેસોમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે જારી કરેલા તાજેતરનાં આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 24,492 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે.

વેક્સિનેશન / એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સવાલોનાં ઘેરામાં, 18 દેશોએ અટકાવ્યું વેક્સિનેશન

કોરોના સંક્રમણનાં કુલ કેસ 1.14 કરોડ પર પહોંચી ગયા છે. આ સમયગાળા દરમિયાન, છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં કારણે 131 લોકોનાં મોત થયાં છે. વાયરસનાં કારણે દેશમાં અત્યાર સુધીમાં 1,58,856 લોકોએ જીવ ગુમાવ્યો છે. મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,191 દર્દીઓ ઠીક થયા છે. અત્યાર સુધીમાં 1,10,27,543 લોકો કોરોનાવાયરસને હરાવવામાં સફળ થયા છે, જેના પગલે રિકવરી દર 96.64 ટકા છે. દૈનિક ધોરણે, નવા કેસોની તુલનામાં સંક્રમિત થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં કોરોનાવાયરસનાં 2,23,432 એક્ટિવ કેસ છે, એટલે કે, ઘણા લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

એક્ટિવ દર્દીઓ કુલ કેસનાં 1.95 ટકા સુધી પહોંચી ગયા છે. વળી, મૃત્યુ દર 1.39 ટકા છે જ્યારે પોઝિટિવિટી રેટ એટલે કે ટેસ્ટ દરમિયાન સંક્રમણનો દર 2.8 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 8,73,350 ટેસ્ટ થયા હતા. 15 માર્ચ સુધીમાં, કુલ 22,82,80,763 સેમ્પલોનાં ટેેસ્ટ કરવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ