Not Set/ દેશમાં કોરોનાએ તોડ્યાં તમામ રેકોર્ડ, છેલ્લાં 24 કલાકમાં 72,100 નવા કેસ, 457ના મોત

દેશમાં કોરોનાએ તમામ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 72,100 નવા કેસ નોંધાયા છે

Top Stories India
145096 ivujvzcjuv 1595870972 2 દેશમાં કોરોનાએ તોડ્યાં તમામ રેકોર્ડ, છેલ્લાં 24 કલાકમાં 72,100 નવા કેસ, 457ના મોત

દેશમાં કોરોનાએ તમામ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 72,100 નવા કેસ નોંધાયા છે. જેમાં કુલ 457 લોકોના મોત થયા છે. જે 24 કલાકમાં અત્યાર સુધીનો સૌથી મોટો મૃત્યુઆંક છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ 40,400 નોંધાયો છે. એટલે કે આટલા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1.22 કરોડને પાર પહોંચી ગઇ છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ ફરી એકવાર ડરાવ્યા છે. છેલ્લા 3 દિવસથી મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો આવી રહ્યો હતો પરંતુ બુધવારે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,544 નવા કેસો સામે આવ્યા છે. આ અગાઉ સતત 3 દિવસથી કેસ ઘટી રહ્યા હતા. રાજ્યમાં 30 માર્ચને 27,918 કેસ, 29 માર્ચના રોજ 31,643 કેસ આવ્યા હતા. જ્યારે 28 માર્ચના રોજ 40,414 પોઝિટિવ મળ્યા હતા. એટલે કે 28 તારીખ બાદ 31 તારીખે તેમાં ફરી ઉછાળો આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 227 લોકોના મોત થયા છે. જ્યારે 30 માર્ચના રોજ 139 લોકોના મોત થયા હતા. એટલે કે 30 માર્ચની સરખામણીએ 31 માર્ચના રોજ મોતની સંખ્યા 88 વધી ગઇ છે. એકલા મુંબઇમાં 24 કલાકમાં 5,394 દર્દીઓ સામે આવ્યા છે. અને 15ના મોત થઇ ચૂક્યા છે. હાલ 3,56,243 એક્ટિવ કેસ છે.

નાગપુરમાં લોકડાઉન હટાવાયુ

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નાગપુરમાં લાગેલુ લોકડાઉન આજે હટાવાયું છે. નાગપુરમાં કોરોનાના વધતા કેસો બાદ 21 માર્ચે લોકડાઉન લગાવાયું હતું. નાગપુરમાં હવે બાકીના જિલ્લાની જેમ નાઇટ કર્ફ્યૂ જ લાગશે