Covid-19/ દેશમાં કોરોનાનાં સતત ઘટી રહ્યા છે કેસ, આજે નોંધાયા નવા 67,597 કેસ

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. આ એક એવો વાયરસ છે જે સતત મ્યુટેટ થઇ રહ્યો છે. તાજેતરમાં જ તેના ઓમિક્રોન વેરિઅન્ટે દુનિયાભરમાં પ્રવેશ કર્યો છે. સ્થિતિ સતત ખરાબ બનતી જઇ રહી છે,.

Top Stories India
1 2022 02 08T094617.261 દેશમાં કોરોનાનાં સતત ઘટી રહ્યા છે કેસ, આજે નોંધાયા નવા 67,597 કેસ

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. આ એક એવો વાયરસ છે જે સતત મ્યુટેટ થઇ રહ્યો છે. તાજેતરમાં જ તેના ઓમિક્રોન વેરિઅન્ટે દુનિયાભરમાં પ્રવેશ કર્યો છે. સ્થિતિ સતત ખરાબ બનતી જઇ રહી છે, ત્યારે બીજી તરફ ભારતમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

આ પણ વાંચો – અવસાન / મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું લાંબી બીમારી બાદ નિધન

દેશમાં કોરોનાનાં કેસોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે, પરંતુ મૃત્યુઆંક હજુ પણ ભયજનક છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19નાં 67,597 નવા કેસ નોંધાયા છે, 1,80,456 લોકો સ્વસ્થ થયા છે અને 1,188 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. કોરોનાનાં નવા કેસની વાત કરીએ તો ગઈકાલની સરખામણીમાં આજની સંખ્યા 19.4 ટકા ઓછી છે. ભારતનો કોરોના રિકવરી રેટ હાલમાં 96.46 ટકા છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 1,188 લોકોનાં મોત થયા છે, જેમાંથી 860 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 5,04,062 થઈ ગયો છે. ભારતમાં સક્રિય કેસ લોડ 10 લાખથી ઘટીને હાલમાં 9,94,891 પર આવી ગયો છે, જેની સાથે કુલ કેસનો સક્રિય દર પણ ઘટીને 2.35% પર આવી ગયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 5% પર પહોંચી ગયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,70,21,72,615 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 55,78,297 લોકોને રસી આપવામાં આવી છે.

ભારતમાં કોરોનાનાં કુલ કેસઃ 4,23,39,611
સક્રિય કેસ: 9,94,891
કુલ રિકવરીઃ 4,08,40,658
કુલ મૃત્યુઃ 5,04,062
કુલ રસીકરણ: 1,70,21,72,615

આ પણ વાંચો – Congress Nyay Yatra /  ગુજરાતના 33 જિલ્લામાં કોંગ્રેસની ન્યાય પદયાત્રા, કોરોના પીડિત પરિવારોને વળતરની માંગણી

રિકવરી રેટ હાલમાં 96.46% છે. છેલ્લા 24 કલાકમાં 1,80,456 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,08,40,658 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 13,46,534 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેનાથી દેશમાં ટેસ્ટિંગની કુલ સંખ્યા 74,29,08,121 થઈ ગઈ છે.