Not Set/ દેશમાં કોરોનાનાં કેસ 81 લાખને પાર

દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસો 81 લાખને વટાવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 48,268 નવા કેસ નોંધાયા છે.

Top Stories India
sss 24 દેશમાં કોરોનાનાં કેસ 81 લાખને પાર

દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસો 81 લાખને વટાવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 48,268 નવા કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા વધીને 81,37,119 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 59,454 દર્દીઓ ઠીક થયા છે, જ્યારે 551 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં 3 ઓગસ્ટ પછી સક્રિય કેસની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 5,82,649 છે.

આજે કોંગ્રેસ કૃષિ બિલનાં વિરોધમાં કરશે ધરણા

દેશમાં હાલમાં રિકવરી દર 91.34% છે જ્યારે મૃત્યુ દર 1.49% છે. સક્રિય દર્દીનો દર 7.16% છે, જ્યારે પોઝિટિવિટી રેટ 4.51% પર આવી ગયો છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 59,454 દર્દીઓ ઠીક થયા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 74,32,829 દર્દીઓએ કોરોના સંક્રમણને માત આપી ચુક્યા છે અને ઠીક થઇ ચુક્યા છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં કુલ 1,21,641 લોકોનાં મોત થયા છે.

દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 10,87,96,064 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 10,67,976 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે. દેશભરમાં કોરોના ચેપનાં કેસોમાં ઘટાડો થયો હોવા છતાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરીથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 5000 થી વધુ નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે દિવાળીની આસપાસ કોરોનામાં વધારો થશે.