Not Set/ રાજકોટમાં કોરોના કેસો ઘટ્યા, બાકી મ્ર્ત્યુઆંક હજી પણ વધારે યથાવત

રાજકોટમાં કોવિડ હોસ્પિટમાં મોતનો આંક વધી રહ્યો છે. 24 કલાકમાં વધુ 72 દર્દીના મોત થયા છે. જોકે, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 65 દર્દીના મોતમાંથી 9 દર્દીના જ કોરોનાથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટીમાં જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34531 પર પહોંચી છે. રાજકોટમાં કોરાન કેસની […]

Gujarat Rajkot
corona 1 રાજકોટમાં કોરોના કેસો ઘટ્યા, બાકી મ્ર્ત્યુઆંક હજી પણ વધારે યથાવત

રાજકોટમાં કોવિડ હોસ્પિટમાં મોતનો આંક વધી રહ્યો છે. 24 કલાકમાં વધુ 72 દર્દીના મોત થયા છે. જોકે, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 65 દર્દીના મોતમાંથી 9 દર્દીના જ કોરોનાથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટીમાં જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34531 પર પહોંચી છે.

રાજકોટમાં કોરાન કેસની સંખ્યામાં આંશિક ઘટાડો થયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34531 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3864 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે રવિવારે 684 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોતની સંખ્યામાં ઘટાડો થતો નથી. રવિવારે વધુ 65 દર્દીનાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 528 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરમાં 401 અને જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી વધુ 127 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે અત્યાર સુધીમાં જિલ્લા અને શહેરમાં કુલ પોઝિટિવ કેસ 44440 થયા છે. શનિવારે 69 દર્દીનાં મોતમાંથી 21 દર્દીનાં મોત કોવિડથી થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. જોકે મોતનો આંક હજુ વધુ જ છે.

રાજકોટ જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોમાંથી વધુ એક સભ્યનું કોરોનાથી મોત થયું છે. જસદણના સાણથલી બેઠકના ભાજપના નિર્મળાબેન ધનજીભાઇ ભૂવાનું કોરોનાથી મોત થયું છે. નિર્મળાબેન 20 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા, પરંતુ અંતે તે કોરોના સામે હારી ગયા હતા. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં શિવરાજપુર બેઠકના કોંગ્રેસના સભ્ય રણજિત મેણિયાનું પણ કોરોનાથી મોત થયું છે. જસદણ તાલુકાના બે સભ્યનું કોરોનાથી મોત થયું છે.