Not Set/ અરવલ્લીમાં કોરોના મહામારી વચ્ચે સી.આર.પાટીલનો કાર્યક્રમ યોજાયો

આઈશોલેસન કેન્દ્રના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજાયો , ભાજપ દેખાવો કરવામાં મસ્ત , પ્રજા હોસ્પિટલો થી ત્રસ્ત….

Gujarat Others
123 39 અરવલ્લીમાં કોરોના મહામારી વચ્ચે સી.આર.પાટીલનો કાર્યક્રમ યોજાયો

@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ

કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બની રહી છે. ત્યારે લોકો હોસ્પિટલો શોધવામાં તોબા પોકારી ઉઠ્યા છે. મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ભાજપ દેખાવો કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે.

આપઘાતનો પ્રયાસ: અંકલેશ્વરમાં વ્યકિતએ નોટોનો બંડલ વરસાવી, આપઘાત કર્યું

બાયડનાં વારેણાં ખાતે આઈસોલેશન વોર્ડ તૈયાર શરૂ કરવામાં આવ્યો જે જનતા માટે સારી વાત છે. આવી મહામારીમાં સત્તાધારી પક્ષે આટલું તો કરવું જ રહ્યું પણ આવી મહામારીનાં સમયે કરવામાં આવેલી કામગીરીમાં દેખાવો કરવામાં પણ ભાજપ પાછી પાણી નથી કરી રહ્યું. અને આઈસોલેશન વોર્ડનાં ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જિલ્લા અને બાયડ તાલુકાનાં ભાજપનાં હોદ્દેદારો અને કાર્યકરો પણ હાજર રહ્યા અને તાયફા કરવામાં માસ્ક પહેરવાનું પણ ભૂલી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સનું પણ ભાન ભુલ્યા એવામાં સવાલ એ થાય છે કે સામાન્ય માણસોને માસ્ક દંડ આપતી પોલીસ આ કાર્યક્રમમાં માસ્ક વગર હાજર રહેલા ભાજપનાં કાર્યકરો પાસેથી દંડ વસુલશે ખરા? આવી મહામારીનાં સમયે સરકારે જનતાની પડખે ઉભા રહેવાને પ્રાથમિકતા આપવી જોઈએ કે ઉદ્દઘાટનો કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ તે પણ એક મોટો સવાલ છે?

બનાસકાંઠા: રાત્રીના અંધારામાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ગ્રામજનોને કરી આવી હાલત, વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર દેશમાં  છેલ્લા 24 કલાકમાં 3,300 લોકોનાં મોત કોરોનાવાયરસથી નોંધાયા છે. તે એક ચિંતાનો વિષય ગણી શકાય. દેશનાં તમામ રાજ્યોમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 55,647 નોંધવામાં આવ્યા છે. જો કે મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવ્યા પછી નવા કેસનાં આંકડાઓમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. તે પણ મહારાષ્ટ્ર સરકાર માટે સારા ચિન્હ ગણી શકાય છે.

Untitled 1 અરવલ્લીમાં કોરોના મહામારી વચ્ચે સી.આર.પાટીલનો કાર્યક્રમ યોજાયો