દેવગઢ બારિયા/ દેવગઢ બારિયા :’તમે સાયબર ફ્રોડ કરેલ છે, હું તમને જેલમાં પુરાવી દઈશ’ કહી કોન્સ્ટેબલે PIની ઓળખ આપી દંપતી પાસેથી 4 લાખ પડાવ્યા

દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં હરિયાણાના એક વકીલ દંપતીએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોનસ્ટેબલ વિરુદ્ધ છેતરપિંડી ફરિયાદ નોંધાવી.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 08T130951.036 દેવગઢ બારિયા :'તમે સાયબર ફ્રોડ કરેલ છે, હું તમને જેલમાં પુરાવી દઈશ' કહી કોન્સ્ટેબલે PIની ઓળખ આપી દંપતી પાસેથી 4 લાખ પડાવ્યા

દેવગઢ બારિયામાં છેતરપિંડીનો અજીબ કિસ્સો બનવા પામ્યો છે. આ કેસમાં પોલીસ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ જે પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવે છે. હરિયાણાના એક વકીલ દંપતીએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં કથિત પોલીસ દ્વારા જ છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી. દંપતીએ ફરિયાદમાં કહ્યું કે આ જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલે પોતાની PI તરીકે ઓળખ આપી તેમની પાસેથી ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી. દેવગઢ બારિયા પોલીસે કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં અનિલ સોલંકી નામનો કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. અનિલ સોલંકીએ પોલીસ કોન્સ્ટેબલ એટલે કે સરકારી અધિકારીની સત્તાનો દુરુપયોગ હરિયાણાના વકીલ દંપત્તી પાસેથી ચાર લાખ પડાવ્યા હતા. વકીલ દંપતી એટલે કે જસવીર અમરસિંઘ અને તેમની પત્ની હરિયાણાના ફરીદાબાદ ખાતે આગમન સોસાયટીમાં રહે છે. જસવીરની સિંઘની પત્નીના મોબાઈલ નંબર પર બારિયાના કોન્સ્ટેબલ અનિલે ફોન કર્યો. દરમ્યાન ફોનમાં દંપતીને પોતે દેવગઢ બારિયાનો PI હોવાની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લીધા. પછી કહ્યું કે ‘તમે સાયબર ફ્રોડ કરેલ છે, હું તમને જેલમાં પુરાવી દઈશ.’

કોનસ્ટેબલ અનિલ સોલંકી ગોધરાના વતની છે. અને દાહોદમાં બારિયા સાયબર સેલની કામગીરી તેમને સોંપવામાં આવી છે. આથી અરજદારે કરેલ અરજીના આધારે અનીલ સોલંકીએ ઠગાઈ કરનારના તમામ એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. વકીલ દંપતીને જ્યારે ખબર પડી કે બારિયા પોલીસે તેમના એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે ત્યારે તેમણે બારિયા પોલીસ મથકે સમગ્ર બાબતની તપાસ કરી. દરમ્યાન કોન્સ્ટેબલ અનિલ સોલંકીએ પોતાની સરકારી સેવાનો દુરુપયોગ કરતા દંપતીને ખાનગી રાહે પોતાનો અંગત મોબાઈલ નંબર આપી. પોતે PIહોવાની ઓળખ આપતા એકાઉન્ટ અનફ્રીઝ કરવા રૂપિયાની માંગણી કરી અને દંપતીને ધમકી આપી કે જો તેઓ રૂપિયા નહી આપે તેમને આરોપી બનાવશે. હરિયાણાનું દંપતી ગુજરાત આવવાનું ટાળવા પ્રથમ વખત પૈસા આપવા તૈયાર થઈ ગયું હતું. દંપતીએ ગત વર્ષ 6 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 4 લાખ રૂપિયા કોનસ્ટેબલે સેરવી લીધા. બાદમાં વકીલ દંપતીને ઠગાઈ થઈ હોવાનું જાણ થતા તેઓ હરિયાણાથી દેવગઢ બારિયા આવી કથિત પીઆઈ બનેલ કોન્સ્ટેબલ અનિલ સોલંકી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી. બારિયા પોલીસે પોતાના કોન્સ્ટેબલ વિરુદ્ધ ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ

આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે