Covid-19/ દેશમાં કોરોનાનાં કેસ ઘટ્યા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

દેશમાં સરકાર દ્વારા ચાલતા વ્યાપક પાયે કોવિડ રસીકરણને કારણે કોરોનાનાં નવા કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણનાં…

Top Stories India
1 230 દેશમાં કોરોનાનાં કેસ ઘટ્યા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

દેશમાં સરકાર દ્વારા ચાલતા વ્યાપક પાયે કોવિડ રસીકરણને કારણે કોરોનાનાં નવા કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણનાં 25,072 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 389 લોકો આ મહામારીનાં કારણે મૃત્યુ પામ્યા છે. દેશમાં રવિવારે સાત લાખ 95 હજાર 543 લોકોને કોરોના સામે રસી આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 58 કરોડ 25 લાખ 49 હજાર 595 લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવે છે

દેશમાં કોરોનાનાં કેસોમાં પહેલેથી જ ઘટાડો થયો છે. સોમવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 25,072 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 160 દિવસોમાં સૌથી ઓછા છે. એટલું જ નહીં, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 389 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા પછી, ભારતમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 3,33,924 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 4,34,756 પર પહોંચી ગયો છે, જ્યારે કેસની કુલ સંખ્યા 3,24,49,306 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન, 44,157 લોકો હોસ્પિટલમાંથી ઠીક થયા છે અને ઘરે પરત ફર્યા છે, કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,16,80,626 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 7,95,543 લોકોને વેક્સિન આપવામાં આવી છે, ત્યારબાદ દેશમાં રસીકરણની કુલ સંખ્યા 58,25,49,595 છે. રિકવરી રેટ હવે વધીને 97.63% થયો છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલિબાન સેના પંજશીર પ્રાંતને કબ્જે કરવાની તૈયારીમાં, થઇ રહી છે જબરદસ્ત અથડામણ

ભલે દેશમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થયો હોય, પરંતુ હજુ પણ દરેક વ્યક્તિએ સજાગ રહેવાની ખૂબ જરૂર છે. AIIMS નાં વડા પહેલેથી જ કહી ચૂક્યા છે કે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર “inevitable” છે, તેથી દરેકને ખૂબ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે થોડી બેદરકારી ફરી ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે. વળી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટે પીએમઓને સુપરત કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે, ઓક્ટોબરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની પીક આવી શકે છે.