Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 87 કેસ,સંક્રમણથી બે દર્દીનું મોત

ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાન કેસમાં અચાનક ઉછાળો જેવા મળ્યો છે જે ચિંતાજક બાબત છે ,કોરોનાના કેસ પ્રતિ દિવસ વધી રહ્યા છે. તંત્ર એલર્ટ

Top Stories Gujarat
corona123 1 રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 87 કેસ,સંક્રમણથી બે દર્દીનું મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 87 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 33 કેસ
સુરતમાં 12 અને વડોદરામાં 11 કેસ
રાજ્યમાં કોરોનાથી બે દર્દીઓના મોત
છેલ્લા 24 કલાકમાં 73 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 589
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,28,213
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,010

ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્યમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે જે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે, હવે રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના કેસમાં અચાનક ઉછાળો માર્યો  છે. કોરોનાના કેસમાં વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને સત્વરે પગલાં લઇ રહ્યું છે. વેક્સિનેશન સેન્ટર વદારી દેવામાં આવ્યા છે. અને ગાઇડલાન અમલી બનાવી દેવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના નવા 87 કેસ આરોગ્ય ચોપડે નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના 87 કેસ સામે આવ્યા છે. સૈાથી વધારે કેસ કોરોનાના અમદાવાદમા મળી આવ્યા છે, મેટ્રો સીટી અમદાવાદમાં 33 કેસ નોંધાયા છે. સુરતમાં 12 અને વડોદરામાં 11 કેસ સરકારી દફતરે નોધાયા છે. કોરોનાથી બે દર્દીઓનું મોત નિપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં 73 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક્ટિવ કેસ 589 છે. અને ગુજરાતમાં કુલ કોરોનાના કેસ 8,28,213,રાજયમાં કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યા 8,18,010 છે.