પશ્ચિમ બંગાળ/ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કેમ્પસમાં ભીષણ આગ, ત્રણના મોત, 44 ઘાયલ

પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક શહેર હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પ્લાન્ટ કેમ્પસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માત ફેક્ટરીના ગેટ નંબર 1 ની અંદર મોક ડ્રીલ દરમિયાન થયો હતો.

Top Stories India
police 5 ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કેમ્પસમાં ભીષણ આગ, ત્રણના મોત, 44 ઘાયલ

પશ્ચિમ બંગાળમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) કેમ્પસમાં મંગળવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કેમ્પસમાં બનેલી આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. 44 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક શહેર હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પ્લાન્ટ કેમ્પસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માત ફેક્ટરીના ગેટ નંબર 1 ની અંદર મોક ડ્રીલ દરમિયાન થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે IOCL રિફાઈનરીમાં હાઈડ્રોજન સલ્ફાઈડ ટેન્કરમાં આગ લાગી હતી જેના પછી NDRF, પોલીસ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. થોડી જ વારમાં પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં લાગી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 3 કામદારોના મોત થયા છે, જ્યારે 35 લોકો ઘાયલ થયા છે.

મોકડ્રીલ દરમિયાન અકસ્માત
કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે IOCLના કેમ્પસમાં એક મોકડ્રીલ ચાલી રહી હતી. આ પછી પ્લાન્ટને બંધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. ઘટના બાદ પહોંચેલી ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.

Round Up 2021 / વિશ્વના 333 અબજપતિઓની સંપત્તિમાં $1.3 ટ્રિલિયનનો વધારો, 165એ $465 બિલિયન ગુમાવ્યા

પરિવર્તન / માતાના બીજા લગ્ન બાદ દીકરીએ લખી આવી પોસ્ટ, લોકોએ કહ્યું, – 

શુભ વિવાહ / નવા વર્ષમાં ‘બેન્ડ બાજા અને બારાત’નો નાદ ગુંજશે, ઢગલાબંધ છે મુહૂર્ત