ક્રિકેટ/ કોરોનાનાં કારણે રાજસ્થાન રોયલ્સનાં બોલર ચેતન સાકરિયાનાં પિતાનું નિધન

ભારતમાં કોરોના વાયરસ બોલિવૂડનાં સેલેબ્સ અને રાજકારણીઓ ઉપરાંત રમતગમતની દુનિયામાં પણ કેર વરસાવી રહ્યો છે. રવિવારે, આઈપીએલ 2021 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનારા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનાં પિતા કોવિડ-19 નાં કારણે અવસાન થયું છે.

Top Stories Sports
123 171 કોરોનાનાં કારણે રાજસ્થાન રોયલ્સનાં બોલર ચેતન સાકરિયાનાં પિતાનું નિધન

ભારતમાં કોરોના વાયરસ બોલિવૂડનાં સેલેબ્સ અને રાજકારણીઓ ઉપરાંત રમતગમતની દુનિયામાં પણ કેર વરસાવી રહ્યો છે. રવિવારે, આઈપીએલ 2021 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનારા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનાં પિતા કોવિડ-19 નાં કારણે અવસાન થયું છે. મળી રહેલી માહિતી અનુસાર, તેના પિતા તાજેતરમાં કોરોના પોઝિટિવ હતા, ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ખેલાડીઓ વચ્ચે ફાઇટ્સ / તો શું માલદીવમાં નશાની હાલતમાં વોર્નર અને સ્લેટર વચ્ચે થઇ મારામારી? મુદ્દો ગરમાયો તો બન્નેએ તોડી ચુપ્પી

આઈપીએલ 2021 માં, સાકરિયા તે યુવા ક્રિકેટરોમાં સામેલ હતો જેણે પોતાની શાનદાર રમતનાં કારણે દિગ્ગજ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ટૂર્નામેન્ટ મુલતવી રહે તે પહેલા તેની ટીમ પોઇન્ટ ટેબલની ટોચની ટીમોમાં ન હોતી, પરંતુ તેણે પોતાની બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગથી લોકોનાં હ્રદયમાં સ્થાન મેળવ્યુ હતુ. તેણે આ સીઝનમાં 7 મેચોમાં 7 વિકેટ લીધી હતી, જેમાં એમએસ ધોની, સુરેશ રૈના, કેએલ રાહુલ જેવા દિગ્ગજ ખેલાડીની વિકેટનો સમાવેશ થાય છે. સાકરિયાએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘હું ભાગ્યશાળી છું કારણ કે રાજસ્થાન રોયલ્સે થોડા દિવસો પહેલા મારો હિસ્સો ચૂકવ્યો હતો. મેં તુરંત જ પૈસા ઘરે મોકલી દીધા અને તેનાથી મારા પિતાને સૌથી ખરાબ સમયમાં મદદ મળી.’ આઈપીએલ મોકૂફ થયા પછી, સાકરિયા તેના પિતાને જોવા માટે પી.પી.ઇ કીટ પહેરીને હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમને ગયા અઠવાડિયે જ ખબર પડી હતી કે તેમના પિતા કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે.

સંકટમાં મદદ / ધોનીની કેપ્ટનશીપ હેઠળની CSK ટીમે કોરોના સંકટમાં કરી મોટી મદદ

આપને જણાવી દઇએ કે, ચેતન સાકરિયાનાં પિતા ઓટો ડ્રાઇવર હતા પરંતુ થોડા સમયથી કોરોના સંક્રમિત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. સાકરિયાએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, તે તેના પિતા અને પરિવાર માટે ઘર બનાવવા માંગે છે. આઈપીએલમાં મને મળેલા પૈસાથી હું મકાન બનાવીશ. આઈપીએલની આ સીઝનમાં જે રીતે રાજસ્થાન રોયલ્સની ટીમનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યુ હતું, તે પછી સાકરિયાએ કહ્યું કે મારો પરિવાર કહેતો હતો કે તમે મેચ કેમ નથી જીતી રહ્યા, નાક કપાવતા નહીં.

sago str 7 કોરોનાનાં કારણે રાજસ્થાન રોયલ્સનાં બોલર ચેતન સાકરિયાનાં પિતાનું નિધન