effect/ કોરોનાના લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર મંદીનો છાયો યથાવત

બોલીવુડમાં દર વર્ષે કરોડોનો ઘંધો થતો હતો, હવે સ્થિતી ભયંકર મંદીમાં સાંપડી ગઇ છે

Entertainment
movi કોરોનાના લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર મંદીનો છાયો યથાવત

વૈશ્વિક મહામારી કોરોનાના લીધે ધંધા, ઉધોગ અને રોજગારીમાં મંદી આવી ગઇ છે. કોરોનાના પહેલા તબ્બકાથી સ્થિતિથી માંડ થાળે પડી રહી હતી. ત્યાં તો કોરોનાની બીજી લહેરે બધુ જ ઉથલ-પાથલ કરી નાંખ્યું.

આ વખતે કોરોનાનો વાયરસ પહેલા તબ્બકા કરતાં પણ વધારે ઝડપી ફેલી રહ્યો છે. કોરોનાના લીધે મહારાષ્ટ્રની હાલત ખુબ ખરાબ છે ફરી લોકડાઉન લગાવવાની સ્થિતિ થઇ ગઇ છે. કોરોના મહામારીની સૌથી વધુ અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પડી રહી છે.

બોલીવુડમાં દર વર્ષે કરોડોનો ઘંધો થતો હતો, હવે સ્થિતી ભયંકર મંદીમાં સાંપડી ગઇ છે. કોરોનાના કારણે બોલીવુડનું 2020નું વર્ષ બહુ ખરાબ ગયું છે. અને કોરોના રિર્ટન્સે નવા વર્ષમાં દસ્તક આપી, એટલે આ વર્ષની શરૃઆતમાં મંદીનો માહોલ છવાયેલો છે અને માત્ર 50 કરોડની જ કમાણી થઇ છે.

કોરોનાના લીધે 2020 મંદીમાં વિતી ગયુ અને 2021ના શરૃઆતમાં એક ફિલ્મ રૂહિ એ 25 કરોડ કમાયા ત્યારબાદ મુંબઇ સાગા ફિલ્મે 15 કરોડ કમાય. તેના સિવાય અનેક ફિલ્મો આવી પણ તેનું કલેકશન 2 કરોડથી વધુ પહોચી શક્યુ નથી.

2021ના ત્રણ માસમાં માત્ર 50 કરોડનું જ કલેકશન થયું છે. આ કલેકશન સલમાનની ફિલ્મના એક દિવસનું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મહામંદીમાંથી ગુજરી રહી છે. કોરોનાની બીજી લહેરે ફરીવાર એક વાર બોલીવુડની કમર તોડી નાંખી છે.