Not Set/ ખેડા જિલ્લામાં કોરોના વકર્યો, હોસ્પિટલોમાં દર્દીઓની લાગી લાંબી લાઈન

ખેડા જિલ્લામાં આજે નવા ૧૫૬ કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ૬૦૮૧ પહોંચ્યો છે. આજે નડિયાદમાં ૭૯, મહુધા ૫૧, ખેડા ૬, માતર ૬, વસો ૫, કપડવંજ ૩, ઠાસરા ૩, મહેમદાવાદ ૨ અને કઠલાલમાં ૧ મળી કુલ ૧૫૬ કેસ એક જ દિવસમાં નોંધાયા છે. આજે સમગ્ર જિલ્લામાં કુલ ૮૭૯ વ્યક્તિઓના સેમ્પલ […]

Gujarat
coronavirus 3 ખેડા જિલ્લામાં કોરોના વકર્યો, હોસ્પિટલોમાં દર્દીઓની લાગી લાંબી લાઈન

ખેડા જિલ્લામાં આજે નવા ૧૫૬ કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ૬૦૮૧ પહોંચ્યો છે. આજે નડિયાદમાં ૭૯, મહુધા ૫૧, ખેડા ૬, માતર ૬, વસો ૫, કપડવંજ ૩, ઠાસરા ૩, મહેમદાવાદ ૨ અને કઠલાલમાં ૧ મળી કુલ ૧૫૬ કેસ એક જ દિવસમાં નોંધાયા છે. આજે સમગ્ર જિલ્લામાં કુલ ૮૭૯ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ ૯૪૭૯૭ સેમ્પલ એકત્રિકરણ કરાયા છે. જેમાં ૮૩૩૪૨ નેગેટીવ અને ૬૦૮૧ લોકોના પોઝિટિવ નોંધાયા છે. અત્યારે ૧૩૦૬ લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી ૧૪૨, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખેડામાં ૫૦, એન.ડી.દેસાઈ મેડિકલ હોસ્િ૫ટલ નડિયાદમાં ૧૮૧, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં ૩૩, ચરોતર હોસ્પિટલ માતરમાં ૧૨, નર્સિંગ કોલેજ નડિયાદમાં ૨૬, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં ૨૦, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં ૧૦, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં ૨૦, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં ૬, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં ૨, સી.સી.સી. નડિયાદમાં ૧૫, સી.સી.સી. કોમ્યુનિટી હોલ થર્મલમાં ૨૨, સી.સી.સી. તાલીમ ભવન કઠલાલમાં ૪, આરોગ્ય ધામ ડાકોરમાં ૧૨, ડી.એ. એન્જિનિયરીંગ કોલેજ મહેમદાવાદમાં ૬ અન્ય હોસ્પિટલમાં ૨૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે હોમ આઈસોલેશનમાં ૨૪૭ દર્દીઓ મળીને ૧૦૧૮ એક્ટિવ કેસો છે.