Covid-19/ IIT રુડકીમાં કોરોના વિસ્ફોટ, 90 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, સ્થિતિ બની બેકાબુ

સમગ્ર દેશમાં આજે કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ઘણા એવા વિસ્તાર પણ છે કે, જ્યા કોરોનાનો રાફડો ફાટ્યો છે.

India
Untitled 78 IIT રુડકીમાં કોરોના વિસ્ફોટ, 90 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, સ્થિતિ બની બેકાબુ

સમગ્ર દેશમાં આજે કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ઘણા એવા વિસ્તાર પણ છે કે, જ્યા કોરોનાનો રાફડો ફાટ્યો છે. જણાવી દઇએ કે, ઉત્તરાખંડનાં હરિદ્વાર જિલ્લાનાં રુડકીની પ્રતિષ્ઠિત ભારતીય ટેક્નોલોજીનાં લગભગ 90  જેટલા વિદ્યાર્થીઓએ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.

ટસલ / રસીની ટસલમાં કેન્દ્ર પર રાજ્યો થયા સવાર, રસીકરણ રોકવાની આપી ધમકી, કોણ સાચું કોણ ખોટું ?

આ સમગ્ર માહિતી સંસ્થાનાં અધિકારીએ આપી છે. સંસ્થાની પ્રવક્તા સોનિકા શ્રીવાસ્તવે કહ્યું કે, તમામ  વિદ્યાર્થીઓને આઈઆઈટી કેમ્પસની અંદર ગંગા હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, હોસ્ટેલને વિશિષ્ટ કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. એક જ હોસ્ટેલમાં, ચેપગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને પોતાના અલગ રાખવા સૂચના આપવામાં આવી છે. સૌથી પહેલા મંગળવારે કોવિડ-19 પોઝિટિવ તરીકે 60 વિદ્યાર્થીઓનાં રિપોર્ટ સામે આવ્યા હતા, ત્યારબાદ બુધવારે 10 વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે અને 10 વધુ વિદ્યાર્થીઓ ગુરુવારે પોઝિટિવ આવ્યા છે.

મહત્વનો દિવસ / આજે લદાખના યુશૂલમા ભારત-ચીન કોર કમાન્ડર કક્ષાની 11 મા રાઉન્ડની મંત્રણા, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

સ્થાનિક મીડિયા સાથે વાત કરતા સોનિકા શ્રીવાસ્તવે કહ્યું કે, આઈઆઈટીમાં 90 કોરોના સંક્રમિતની જાણ થતા 5 વિદ્યાર્થીઓને કેમ્પસમાં સીલ કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થામાં આશરે 3,000 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 1200 વિદ્યાર્થીઓ સીલ કરવામાં આવ્યા છે, જેમાથી 5 હોસ્ટેલમાં રહે છે. ગંગા ભવન હોસ્ટેલને કોવિડ-19 કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવેલ છે. જ્યાં 90 કોરોના ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. તેમને ત્યાં તમામ તબીબી સુવિધાઓ આપવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ