રોડીઝ રિવોલ્યુશન ફેમ સાકિબ ખાને હવે મનોરંજનની દુનિયાને અલવિદા કહીને ધર્મનો માર્ગ પસંદ કર્યો છે. પોતાની જાતને રોડીઝમાં રજૂ કરતી વખતે સાકિબે કહ્યું હતું કે, હેલો, હું કાશ્મીરનો છું અને હું પત્થરબાજી કરતો નથી. તેના સંવાદથી તેઓ એકદમ પ્રખ્યાત થયા. હવે મોડેલ-એક્ટર સાકિબે શો બિઝનેશથી અંતર બનાવી લીધું છે, અને ઈન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટ દ્વારા તેની જાહેરાત કરી છે. યાદ કરીએ કે સાકિબ પહેલા ફિલ્મ ‘દંગલ’ માં ગીતા ફોગાટનું બાળપણ ભજવનારી અભિનેત્રી સના ખાન અને અભિનેત્રી ઝાયરા વસીમ પણ શો બિઝનેશથી દૂર થઈ ગઈ છે અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે.
Cricket / આજથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ, જુુઓ અત્યાર સુધીનાં IPL નાં તમામ સીઝનનાં રેકોર્ડ્સ
સાકિબે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી, ‘ભાઈઓ અને બહેનો, આશા છે કે તમે બધા બરાબર થઈ જશો. આજની પોસ્ટ ઘોષણા કરવા માટે છે કે મેં શો બિઝને અલવિદા કરી દીધું છે, તેથી હવે હું મોડેલિંગ કરીશ નહીં અથવા આગળ અભિનય કરીશ નહીં. ‘ સાકિબે આગળ લખ્યું, ‘એવું નથી કે કોઈ કામ નથી, તેથી મેં તેને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. મારા હાથમાં કેટલાક ખૂબ સારા પ્રોજેક્ટ્સ હતા. તે અલ્લાહની ઇચ્છા નહોતી. ચોક્કસ સારા અલ્લાહે મારા માટે વિચાર્યું જ હશે. ઇન્શલ્લાહ. તે સર્વશ્રેષ્ઠ સર્જક છે.
સાકિબે મુંબઈમાં તેમના સંઘર્ષ વિશે લખ્યું, ‘જ્યાં સુધી મેં મુંબઈમાં સંઘર્ષ જોયો છે, અહીં રોકાવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ હું ગૌરવ સાથે કહી શકું છું કે ટૂંકા સમયમાં મને ઘણી પ્રસિદ્ધિ મળી. પરંતુ તે વિશ્વ અને અખિરાત (મૃત્યુ પછીનું જીવન) માટે કંઈ નથી.
IPL 2021 / રોહિત અને વિરાટ પ્રથમ મેચમાં જ તોડી શકે છે આ રેકોર્ડ, ઉદ્ઘાટન મેચમાં જોવા મળશે રસાકસી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…