ગુજરાત/ સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં થયો કોરોના વિસ્ફોટ , 23 કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝીટિવ

સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં કાચા કામના કેદીઓ અને અન્ય તો હમતદારના કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા ચકચાર મચી જવા પામી છે.

Gujarat
Untitled 77 1 સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં થયો કોરોના વિસ્ફોટ , 23 કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝીટિવ

સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં કાચા કામના કેદીઓ અને અન્ય તો હમતદારના કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં થયો કોરોના વિસ્ફોટ થતાં 23 કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવતા પોલિસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ  વાંચો :રસપ્રદ / પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો? જાણો ઘડિયાળનો ઇતિહાસ..

હાલમાં મોટી સંખ્યામાં કેદીઓ જેલમાં સજા કાપી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હવે સબ જેલમાં પણ કોરોના પોઝીટિવના કેસો દાખલ થયા છે. હાલમાં સુરેન્દ્રનગર સબજેલમાં કોરોના પોઝિટિવ આવેલા કેદીઓને હોસ્પિટલમાં ખેસેડવાની તજવીજ પોલિસ વિભાગના સ્ટાફ દ્વારા હાથ ધરવામા આવી છે.

આ પણ વાંચો :પંજાબ / કેપ્ટન અમરિંદર સિંહનો ખુલાસો, પાક. તરફથી નવજોત સિદ્ધુને લઈને થઈ હતી આ ભલામણ…

થોડા સમય અગાઉ પણ સુરેન્દ્રનગર સબ જેલમાં અનેક કેદીઓ કોરોના સંક્રમિત બન્યા હતા. અને હાલમાં સુરેન્દ્રનગર સબ જેલના અન્ય શંકાસ્પદ કેદીઓના રિપોર્ટ કરવા કોરોના ટેસ્ટના નમૂના લેવામા આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં થયો કોરોના વિસ્ફોટ થતાં 23 કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવતા પોલિસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.