Education/ વિદ્યાર્થીઓ-વાલીઓમાં કોરોનાનો ડર યથાવત, શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી

વિદ્યાર્થીઓ-વાલીઓમાં કોરોનાનો ડર યથાવત, શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી

Top Stories Gujarat Others
ગાઝીપુર 6 વિદ્યાર્થીઓ-વાલીઓમાં કોરોનાનો ડર યથાવત, શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી

ગુજરાત  સરકાર દ્વારા રાજ્યમાં કોરોનાના દૈનિક આંકમાં  ઘટાડો થતા તબ્બકાવાર શાળા અને કોલેજો ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે સૌથી પહેલા ધોરણ 10 અને ૧૨ ના વર્ગોને મંજુરી આપવામાં આવી હતી. ત્યાર બાદ ધો.9 અને 11માં અને ખાનગી ટ્યુશન ક્લાસને મંજુરી આપવામાં આવી છે. ત્યારે હજુ પણ વાલીઓમાં અને  વિધાર્થીઓમાં કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે.

સરકારના શાળા શરૂ કરવાના નિર્ણય બાદ પણ શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા કોરોના કેસના આંકડા અનુસાર ગુજરાત રાજ્યમાં કોરોના નામશેષને આરે હોવા છતાંય વાલી અને વિધાર્થીઓમાં હજુ પણ કોરોનાને લઈને ફફડાટ હોય તેવી લાગી રહ્યું છે.

ગઈ કાલે  સોમવાર થી ધો.9 અને 11માં માટે ના વર્ગો કોરોના ગાઈડલાઈન્સ  અનુસાર શરુ થયા છે. ત્યારે ધો.9 અને 11માં પ્રથમ દિવસે જ 35 ટકા કરતાં ઓછી વિદ્યાર્થીઓની હાજરી રહી હતી. ધો.9માં માત્ર 31 ટકા વિદ્યાર્થીઓ જ હાજર રહ્યાં હતા. જયારે ધો. 11માં માત્ર 33 ટકા વિદ્યાર્થીઓ જ હાજર રહ્યાં હતા.

education / અહીં શાળામાં શરુ થયું પ્રાથમિક શિક્ષણ કાર્ય, કોણે આપી મંજુરી ..?

Political / આદિવાસીઓ અને બ્રાહ્મણો હિન્દૂ નથી : ઓવૈસી સાથે ભાઈબંધી બાદ MLA છોટુ વસાવાનું ચકચારી નિવેદન

નોધનીય છે કે, ધો. 10 અને 12ના વર્ગો શરૂ થયાના 20 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓની પૂરતી હાજરીનો અભાવ જોવા મળી રહ્યો છે. ધો. 10ના વર્ગોમાં 59 ટકા વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. જયારે ધો.12માં 60 ટકા વિદ્યાર્થીઓની જ હાજરી નોંધાઈ  છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…