Valsad/ કોરોનાની ગાઇડલાઇન્સને લઈ ફ્લાઈંગ સ્ક્વોડ સક્રિય, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કરી લાલ આંખ

વલસાડ જિલ્લામાં કોવિડ -19 ની પ્રવર્તમાન જોગવાઇઓ અને માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરાવવા માટેની ફ્લાઈંગ સ્કવોડે હવે લાલ આંખ કરી છે વલસાડ જિલ્લા  ફલાઇંગ સ્કવોડ દ્વારા તાલુકા ના વિવિધ જગ્યાઓ…

Gujarat Others
a 7 કોરોનાની ગાઇડલાઇન્સને લઈ ફ્લાઈંગ સ્ક્વોડ સક્રિય, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કરી લાલ આંખ

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ  – વલસાડ

વલસાડ જિલ્લામાં કોવિડ -19 ની પ્રવર્તમાન જોગવાઇઓ અને માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરાવવા માટેની ફ્લાઈંગ સ્કવોડે હવે લાલ આંખ કરી છે વલસાડ જિલ્લા  ફલાઇંગ સ્કવોડ દ્વારા તાલુકા ના વિવિધ જગ્યાઓ જેવી કે પારડી પરીયા રોડ પર આવેલા સાંઈ દર્શન હોલ, ધીરુભાઈ નાયક હોલ,કોટલાવનાજલારામ પાર્ટી પ્લોટ, ઉમરસાડી માછીવાડ અને સ્કોટ કૈશા કંપની ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું.

આ પણ વાંચો : રાજકોટમાં કોરોનાથી વધુ 10ના મોત, કોરોનાના સંક્રમિતો આટલા થયા અને સ્થિતિ કંઈક આવી છે

જે દરમિયાન પારડીના સાંઈ દર્શન હોલ,કોટલાવનાજલારામ પાર્ટી પ્લોટ અને ઉમરસાડી માછીવાડમાં એક લગ્ન પ્રસંગમાં વધુ વ્યક્તિઓ હોય તેમજ સોશિયલ ડિસ્ટન્સ  જળવાયેલા ન મળ્યા હતા.

આ પણ વાંચો : જામનગરમાં કોરોનાથી એક વેપારીની આર્થિક સ્થિતિ કથળી, અંતે ઝેર ખાઈ કર્યો આપઘાત

જેથી ત્રણેય જગ્યાએ દંડ વસૂલવામાં આવ્યો હતો  નાયબ મામલતદાર હીતેશ પટેલની ટીમે દરેકને કોવીડ ૧૯ અંગેના નિયમોની વિસ્તૃત જાણકારી આપી હતી આ સાથે ફલાઇંગ સ્કવોડની ટીમ ઉમરસાડી સ્કોટ કૈશા કંપનીમાં પણ ચેકિંગ માટે પહોંચી હતી ચેકિંગ દરમિયાન કોવીડના નિયમોનું પાલન  થતુ હોવાથી ત્યાં કોઈ દંડ વસૂલવામાં આવ્યો ન હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…