Covid-19/ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર, આજે નોધાયાં 6 હજાર કરતા વધુ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6097 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1893 કેસ નોધાયા છે.

Top Stories Gujarat
કોરોના કેસમાં રાજ્યમાં વકરતો કોરોના, શાળાના વિધાર્થીઓ સહિત નોંધાય

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. સરકારના કોરોના સામે લડવા માટે ભરેલ પગલા વામણા સાબિત થઈ રહ્યા છે. રાજયમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ચુકી હોય તેમ રાજ્યમાં શિયાળાની શરૂઆતથી જ કોરોના કેસમાં સતત વધારો જોવા મળ્યો હતો.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6097 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1893 કેસ નોધાયા છે. તો બીજા સ્થાને સુરત શહેરમાં પણ કોરોના બ્લાસ્ટ જેવી સ્થિતિ છે. આજ રોજ સુરત ખાતે 1778 નોધાયા છે. વડોદરામાં 410 કેસ, રાજકોટમાં 191, વલસાડમાં 251 કેસ, નવસારીમાં 107 અને ગાંધીનગરમાં 131 નોધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 1539 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 32469 છે. રાજ્યમાં કોરોનાથી બે દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,64,811 પહોંચ્યો  છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,25,702 છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 28 કેસ નોંધાયા છે.

 રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 10 મોટા શહેરોમાં રાતના 10 વાગ્યાથી સવારના 6.00 વાગ્યાનો કર્ફ્યું નાખી દેવામાં આવ્યો છે. તો અન્ય રાજકીય અને સામાજિક મેળવડા માં પણ લોકોની હાજરી માર્યાદિત કરી દેવામાં આવી છે.

Electric Vehicles / દુનિયાની આ સેના કરશે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ

Covid-19 / IIMમાં કોરોના વિસ્ફોટ, અનેક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત