Not Set/ 20 વર્ષ જુનો કાળીયાર શિકાર મામલો શું હતો? કેમ ફસાયા સલામન ખાન સહિતના સ્ટાર્સ

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો આજે કાળા હરણ કેસનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જોધપુરની કોર્ટ દ્રારા 20 વર્ષ જુના આ કેસનો આજે ચુકાદો આપતા સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો.આ કેમમાં કોર્ટે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.આ કેસમાં અન્ય આરોપીઓમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે જેવા ફિલ્મ સ્ટારો હતા.આ તમામને કોર્ટે નિર્દોષ છોડ્યાં  […]

Top Stories
778052242 20 વર્ષ જુનો કાળીયાર શિકાર મામલો શું હતો? કેમ ફસાયા સલામન ખાન સહિતના સ્ટાર્સ

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો આજે કાળા હરણ કેસનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જોધપુરની કોર્ટ દ્રારા 20 વર્ષ જુના આ કેસનો આજે ચુકાદો આપતા સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો.આ કેમમાં કોર્ટે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.આ કેસમાં અન્ય આરોપીઓમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે જેવા ફિલ્મ સ્ટારો હતા.આ તમામને કોર્ટે નિર્દોષ છોડ્યાં  છે.

કાળા હરણ મામલો સપ્ટેમ્બર અને  ઓક્ટોબર 1998માં જોધપુરમાં થયો હતો, ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શુટિંગ વખતેઆ સલમાન ખાન સહિત બીજા સ્ટાર્સ સાથી પર કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. જે સમય કાળીયાર પર ગોળી ચલાવવામાં આવી તે સમય ગ્રામીણોન ગોળીનો અવાજ સાંભળતા જ તે લોકો દોડી આવ્યા હતાં.

સલમાન ખાન તે સમયે જીપ ચલાવી રહ્યો હતો અને ગામના લોકોને જોઇને સલમાન ખાન શિકાર બનેલા મરેલા કાળા હરણને ત્યાં જ મુકીને જતાં રહ્યા હતા. આ કેસમાં બે બીજા આરોપી પણ છે. હરણના શિકાર વખતે દુષ્યંત સિંહ સલમાન ખાન સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. જયારે દિનેશ સિંહ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સલમાન ખાનના સહાયક હતા. બીન્નોઈ કમ્યુનીટીના લોકો કાળા હરણને એક લુપ્ત થઈ રહેલી પ્રજાતિ ગણે છે આ લુપ્ત થઈ રહેલી પ્રજાતિને બચાવવા માટે તેઓ ચિંતામાં રહે છે. એટલા માટે આ સમુદાયના લોકોએ સલમાન ખાનના વિરૂદ્ધમાં કેસ નોંધાવ્યો હતો.

salman khan 20050627 20 વર્ષ જુનો કાળીયાર શિકાર મામલો શું હતો? કેમ ફસાયા સલામન ખાન સહિતના સ્ટાર્સ

ચિંકારા પ્રાણીએ લુપ્ત થઇ રહેલી પ્રજાતિ છે. વાઈલ્ડલાઈફ પ્રોટેકશન એક્ટ,1972ના અંતર્ગત સુરક્ષિત કરવામાં આવ્યો છે. સલમાન ખાન પર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્ષનની કલમ 51 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો,જ્યારે બીજા આરોપીઓ પર આઇપીસીની કલમ 149 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

કાળા હરણ કેસ મામલે કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરતા  5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદાને લઇને સૈફઅલી ખાન,  તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્ર  સહિતના લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.