Corona Update/ દેશમાં કોરોના સંક્રમણ વકર્યું, 22 રાજ્યોના 140 જિલ્લા પ્રભાવિત, 24 કલાકમાં આટલા કેસ

દિન-પ્રતિદિન દેશમાં કોરોના વધી રહ્યું છે,કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,989 નવા પોઝિટિવ કેસો

India
corona in india 1 દેશમાં કોરોના સંક્રમણ વકર્યું, 22 રાજ્યોના 140 જિલ્લા પ્રભાવિત, 24 કલાકમાં આટલા કેસ

દિન-પ્રતિદિન દેશમાં કોરોના વધી રહ્યું છે,કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,989 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.કોવિડ-19 ની મહામારી સામે લડીને 1 કરોડ 8 લાખ 12 હજાર 44 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 13,123 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Maharashtra, Gujarat and 4 other states contributed to 86.37% of fresh Covid cases: Centre - Coronavirus Outbreak News

Court / આયેશા સુસાઈડ કેસ : કોર્ટે તેના પતિ આરિફને આટલા દિવસ માટે મોકલ્યો રિમાન્ડ પર

આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 98 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,11,39,516 થઈ ગઈ છે.હાલમાં 1,70,126 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,57,346 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.વિશેષમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 1 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 21,76,18,057 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 7,59,283 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Less Than 20K New Covid Cases Recorded In India | Nation

Vaccine / રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે લગાવી કોરોના રસી, આર્મીના RR હોસ્પિટલમાં જઈને લીધી વેક્સિન

આ ઉપરાંત 22 રાજ્યોના 140 જિલ્લામાં કોરોનાનો ગ્રાફ ઉપર ચડી રહ્યો છે. સૌથી વધુ મહારાષ્ટ્રના તમામ 36 જિલ્લા પ્રભાવિત છે. આ ઉપરાંત કેરળના 9, તમિલનાડુના 7, પંજાબ અને ગુજરાતના 6-6 જિલ્લા તેમાં સામેલ છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,56,20,749 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

Coronavirus update: India records over 10,000 COVID-19 cases in a day, total count nears 3 lakh

ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ  અને સુરત સહિતના મહાનગરોમાં કોરોના કેસ વધ્યા છે તો સાથે સાથે રાજ્યમાં વેક્સિનેશનનો કાર્યક્રમ પણ પુરજોશમાં શરૂ છે. રાજ્યમાં કોરોના વાયરસના 454 નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 56,489 વ્યક્તિઓ જે કો-મોર્બીડ છે અથવા તો 45-60 વર્ષના છે તેમને કોરોનાની રસી આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…