Not Set/ દેશમાં કોરોના પહોંચ્યો સાવ તળીયે,24 કલાકમાં માત્ર 37 હજાર નવા કેસ

ભારતમાં રિકવરીના કેસો 57 હજાર નોધાયા

Top Stories
corona 223 દેશમાં કોરોના પહોંચ્યો સાવ તળીયે,24 કલાકમાં માત્ર 37 હજાર નવા કેસ

દેશમાં કોરોનાની બીજી લહેરમાં ક્રમશ ઘટાડો થઇ રહ્યો છે ,કોરોનાના કેસોમાં હવે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરાેના મંદ પડતા હવે દેશના તમામ રાજ્યો અનલોક કરી રહ્યા છે અને જીવન રાબેતા મુજબ સામાન્ય થઇ રહ્યો છે તે છંતા પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લીધે ભારતમાં ચિંતા વધારી છે તેને ધ્યાનમાં લઇને કેન્દ્ર અને રાજ્ય અગમચેતી પગલાં ભરી રહ્યા છે અને નિયમોનું કડક અમલ કરાવી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસો 37 હજાર નોંધાયા છે .કોરોનામાં હાલ સ્થિતિ સામાન્ય બની રહી છે.

કોરોનાની સ્થિતિ હવે ભારતમાં અંડર કંટ્રોલ છે,દેશમાં કોરોનાને હરાવવા માટે સરકારે વેક્સિનેશન વધારવાનું અભિયાન હાથ ધર્યું છે,વેક્સિન જ એક માત્ર વિકલ્પ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37 હજાર કેસો નોંધાયા છે પ્રવર્તમાનમાં કોરોનાને માત આપીને લોકો સાજાથઇ રહ્યા છે તે સારી વાત છે. ભારતમાં રિકવરી કેસો વધી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં રિકવરીના કેસો 57 હજાર થયાં છે. જે સારા સમાચાર છે.

દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા સતત ઘટીને હવે માત્ર સાડા પાંચ લાખ કેસો છે, ઉલ્લેખનીય છે કે કોરોનાના કસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરતું મહારાષ્ટ્ર અને કેરળમાં સ્થિતિ સામાન્ય છે પરતું કેસોમાં વઘઘટ થઇ રહ્યા છે.