Not Set/ દેશમાં કોરોનાના રિકવરી કેસોમાં સાડા ત્રણ લાખનો વધારો

કોરોનાના નવા કેસોમાં ઘટોડો અને રિકવરી કેસો વધ્યાં

India
corona 8 દેશમાં કોરોનાના રિકવરી કેસોમાં સાડા ત્રણ લાખનો વધારો

ભારતમાં કોરોનાની બીજી લહેર અતિ ભાતક સાબિત થઇ રહી છે ત્યારે હવે દેશમાં નવા કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇદેશ રહ્યો છે તે સારી વાત છે અને રિકવરીના કેસોમાં ભારે ઉછાળ જોવા મળી રહ્યો છે. દેશમાં 3.50 લાખથી વધુ રિકવરી કેસો થયા છે લોકો કોરોનાને માત આપીને સાજા થઇ રહ્યા છે .

દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 2.50 લાખ નવા કોરોના સંક્રમણના કેસો નોધાયા છે. જયારે ભારતમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 4,200 વધારે છે. વર્તમાન સમયમાં એકટીવ કેસની વાત કરીએ તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે .એકટિવ કેસો 30 લાખથી ઓછા થયાં છે. દેશમાં કોરોનાના સંક્રમણના કુલ કેસો   2.62 કરોડ કેસો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. અને રિકવરી કેસોમાં વધારો થઇ રહ્યો છે. જે દેશ માટે રાહતના સમાચાર છે.