Not Set/ કોરોના રિટર્ન્સ..? વિશ્વ માટે પાછલા 24 કલાક ગોઝારા રહ્યાં – થયા અત્યાર સુધીમાં સૌથી વધુ મોત

વિશ્વ માટે પાછલા 24 કલાક ગોઝારા રહ્યાં હોય તેવી વિગતો સામે આવી રહી છે. સામે આવેલા આંકડા જાયા પછી કહી શકાય કે, કોરોના રિટર્ન્સ… જી હા, દુનિયાનાં ઘણા દેશોમાં કોરોના પાછો ફર્યો કે ફરી રહ્યો હોવાની વિગતો દિલ દહેલાવતી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં કારણે રેકોર્ડબ્રેક મૃત્યુ નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત પાછલા […]

Top Stories World
corona કોરોના રિટર્ન્સ..? વિશ્વ માટે પાછલા 24 કલાક ગોઝારા રહ્યાં - થયા અત્યાર સુધીમાં સૌથી વધુ મોત

વિશ્વ માટે પાછલા 24 કલાક ગોઝારા રહ્યાં હોય તેવી વિગતો સામે આવી રહી છે. સામે આવેલા આંકડા જાયા પછી કહી શકાય કે, કોરોના રિટર્ન્સ… જી હા, દુનિયાનાં ઘણા દેશોમાં કોરોના પાછો ફર્યો કે ફરી રહ્યો હોવાની વિગતો દિલ દહેલાવતી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં કારણે રેકોર્ડબ્રેક મૃત્યુ નોંધવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત પાછલા 24 કલાકમાં કોરોનાનાં કારણે થયેલા મૃત્યુ જ્યારે કોરોનાના વિશ્વભરમાં હાઇએસ્ટ પીકમાં હતો એટલે કે ત્યારેથી પણ વધા અને કહી શકાય કે ઓલટાઇમ હાઇ એટલે કે, માર્ચથી અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ પાછલા 24 કલાકમાં નોંધવામાં આવ્યા છે.

કોરોનાએ છેલ્લાં 24 કલાકમાં દાટ વાળ્યો હોય તેવી રીતે છેલ્લાં 24 કલાકમાં 8,800થી વધુ મોત વિશ્વભરમાં નોંધવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, આટલો આંકડો વિશ્વમાં પહેલાં ક્યારેય નોંધાયો નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લે 17 એપ્રિલે 8,517ના મોત થયા હતા તેવું નોંધવામાં આવ્યું હતું.

પાછલા 24 કલાકમાં વિશ્વના અનેક દેશોમાં 400+ મૃત્યુઆંક નોંધાયો છે. જો વાત કરવામાં આવે સ્પેનની તો, સ્પેનમાં 24 કલાકમાં કોરોનાનાં કારણે 1600થી વધુનાં મોત થયા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. અને આ મામલે પણ આંકડો સુધાર્યો હોવાની સરકાર દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. જો કે સ્પેન સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગાઉના ન ગણાયેલાં મોત આ આંકડામાં ઉમેર્યા છે. હકીકત હશે પરંતુ પાછલા 24 કલાકમાં 8800થી વધુ મોત નોંધાયા છે તે પણ વરવી હકીકત છે.