3 Rafel/ ફ્રાંસથી 3 રાફેલનું રાત્રે જામનગરમાં ઉતરાણ, હવે ભરશે અંબાલા માટે ઉડાન

રાફેલની બીજી ખેપ ભારત પહોંચી ગઇ છે અને આ રાફેલ વિમાન ફ્રાન્સથી સીધા ગુજરાતના જામનગર એરફોર્સ એરબેઝ પર લેન્ડીંગ કરી દીધુ છે.

Gujarat Others
rafel 1 ફ્રાંસથી 3 રાફેલનું રાત્રે જામનગરમાં ઉતરાણ, હવે ભરશે અંબાલા માટે ઉડાન
  • ફ્રાંસથી 3 રાફેલનું રાત્રે જામનગરમાં ઉતરાણ
  • આજે રાફેલ અંબાલા એરબેઝ માટે ભરશે ઉડાન
  • રાત્રે 8.14 કલાકે રાફેલ જામનગર પહોંચ્યા
  • અગાઉ 29 જુલાઈએ 5 રાફેલ અંબાલા પહોંચ્યા
  • ભારત પાસે થયા કુલ 8 રાફેલ ફાઇટર પ્લેન

રાફેલની બીજી ખેપ ભારત પહોંચી ગઇ છે અને આ રાફેલ વિમાન ફ્રાન્સથી સીધા ગુજરાતના જામનગર એરફોર્સ એરબેઝ પર લેન્ડીંગ કરી દીધુ છે. જામનગરમાં તકનીકી તપાસ બાદ આ ત્રણેય રાફેલ અંબાલા એરબેઝ જવા માટે રવાના થશે. જામનગર એરબેઝ પર તેના માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વે ફ્રાન્સથી આવેલી 5 રાફેલની પ્રથમ ખેપ હરિયાણાના અંબાલા એરબેઝ પર તૈનાત છે.

હવે ભારત પાસે છે કુલ 8 રાફેલ – હજુ 28 આવશે
એરફોર્સનાં અધિકારીઓએ જણાવ્યું કે, ભારત પહોંચવા દરમિયાન ત્રણેય રાફેલ વિમાન રસ્તામાં ક્યાંય બળતણ ભરાવવા રોકાય નહોતા. મુસાફરી દરમિયાન ભારત અને ફ્રાન્સના સપ્લાય પ્લેને બળતણ પૂરુ પાડ્યું હતું. આજે આવેલા 3 રાફેલ સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ. અને હજુ 28 રાફેલ ફ્રાન્સ દ્વારા સપ્લાય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતે ફ્રાન્સ પાસેથી કુલ 36 રાફેલ ખરીદ્યા છે.

rafel ફ્રાંસથી 3 રાફેલનું રાત્રે જામનગરમાં ઉતરાણ, હવે ભરશે અંબાલા માટે ઉડાન

Bihar Election / અંતિમ તબક્કાની 15 જિલ્લાની 78 બેઠકો માટે આજે થશે પ્રચાર પડધમ…

જામનગરમાં રાતી રોકાણ બાદ અંબાલા માટે ઉડાન 
ફ્રાંસથી જામનગર સુધી પહોચતા રાફેલને 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. 3 રાફેલ પ્લેનનો કાફલો રાત્રે 8.14 કલાકે રાફેલ જામનગર પહોંચ્યા હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 7364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરી હતી. ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર આવી પહોંચ્યા અને રાત્રિરોકાણ જામનગર કર્યા બાદ અંબાલા માટે ઉડાન ભરશે.

rafel plane ફ્રાંસથી 3 રાફેલનું રાત્રે જામનગરમાં ઉતરાણ, હવે ભરશે અંબાલા માટે ઉડાન

Corona Virus Alert / કોરોના રિટર્ન્સ..? વિશ્વ માટે પાછલા 24 કલાક ગોઝારા રહ્યાં &#…

વર્ષ 2021ના અંત સુધી ભારતને મળશે તમામ 36 રાફેલ
ભારતે ફ્રાન્સની સાથે 36 રાફેલ વિમાનોની ખરીદી માટેનો સોદો કર્યો હતો. 36 રાફેલ વિમાનોમાં 30 ફાઇટર અને 6 તાલીમ વિમાન સામેલ છે. તાલીમ વિમાનોમાં બે સીટ હશે અને તેમાં લડાકૂ વિમાન વાળી લગભગ બધી વિશેષતાઓ હશે.  ઉલ્લેખનીય છે કે પૂર્વે 23 વર્ષ પહેલા ભારતે રશિયા પાસે થી સુખોઈ વિમાનોની ખરીદી કરી હતી અને બાદમાં રાફેલ ડિલ ભારતની સૌથી માટી અને  પ્રથમ ખરીદી છે.

જુઓ આ ખાસ વીડિયો અહેવાલ પણ…..