Covid-19/ કોરોનાની ગતિ થઇ મંદી, પણ હજુ સાવધાની છે જરૂરી, જાણો આજે કેટલા નોંધાયા કેસ

રાજ્યમાં કોરોનાની ગતિ મંદી ભલે પડી હોય પરંતુ હજુ તે આપણા જીવનથી દૂર થયો નથી. જે વાતને જનતાએ સમજી ખૂબ જરૂરી છે.

Gujarat Others
અલ્પેશ 14 કોરોનાની ગતિ થઇ મંદી, પણ હજુ સાવધાની છે જરૂરી, જાણો આજે કેટલા નોંધાયા કેસ
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 283
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 267104
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 264
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 261009
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1690

રાજ્યમાં કોરોનાની ગતિ મંદી ભલે પડી હોય પરંતુ હજુ તે આપણા જીવનથી દૂર થયો નથી. જે વાતને જનતાએ સમજી ખૂબ જરૂરી છે. જણાવી દઇએ કે, રાજ્યમાં આજે 6 મનપાની ચૂંટણી યોજાઇ હતી. જે બાદ હવે ગુજરાતમાં કોરોનાનો કેટલો આંક છે તે સામે આવ્યા છે.

Covid-19 / સાવધાન!! કોરોના હજુ ગયો નથી, વધતા કેસોનાં કારણે જાણો ક્યા થયુ 1 અઠવાડિયાનું લોકડાઉન

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનો આંક 1 હજારથી નીચે નોંધાઇ રહ્યો છે. વળી અમદાવાદ કે જ્યા સૌથી વધુ કોરોનાનાં કેસ છે ત્યા પણ કેસોમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છેે. આપને જણાવી દઇએ કે, રાજ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસ 283 નોંધાયા છે. જ્યારે કુલ કેસનો આંક 2,67,104 પર પહોંચી ગયો છે. જો કે અહી સારી વાત એ રહી છે કે કોરોના દર્દીઓનાં ઠીક થવાનો દર 97.72 પર પહોંચી ગયો છે. જે એક રાહતનાં સમાચાર કહી શકાય છે.

વડોદરા: સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ, જાગૃત નાગરિકોએ કર્યો હોબાળો 

જણાવી દઇએ કે, ગુજરાતમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 264 રહી હતી. જ્યારે કુલ દર્દીઓની સંખ્યા 2,61,009 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,690 રહી છે. વેન્ટિલેટર પર 29 છે. જ્યારે 1,661 લોકો સ્ટેબલ છે.અત્યાર સુધીમાં કુલ 4,405 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાનાં કારણે પંચમહાલનાં એક દર્દીનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજે 8,12,547 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 55,409 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી. રાજ્યમાં કોરોનાનાં કેસ કાબુમાં હોય તેવુ દેખાઇ તો રહ્યુ છે, પરંતુ હજુ જનતાએ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે, સાવધાની હટી દુર્ઘટના ઘટી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ