Not Set/ કોરોનામાં ખેડૂત પરીવારે યુવાન પુત્ર ગુમાવ્યો અને વાવાઝોડાએ બાગાયતી પાક છીનવી લીધો..

તાલુકાના નાના એવા સુલતાનપુર ગામના પટેલ ખેડૂત પરીવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. અને એક માસ બાદ તાઉતે વાવાઝોડાએ ભવ છીનવી લેતા આ પરીવાર નાં આંખમાંથી અશ્રુઓ વહી છુટ્યા હતા.

Top Stories Gujarat Others Trending
print 3 કોરોનામાં ખેડૂત પરીવારે યુવાન પુત્ર ગુમાવ્યો અને વાવાઝોડાએ બાગાયતી પાક છીનવી લીધો..

ન જાણ્યુ જાનકી નાથે કે કાલે શું થવાનું તે કહેવતને સાર્થક કરતી ધટના ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારમાં તાઉતે વાવાઝોડા બાદ દયનિય બની ગયેલ છે. તાલુકાના નાના એવા સુલતાનપુર ગામના પટેલ ખેડૂત પરીવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. અને એક માસ બાદ તાઉતે વાવાઝોડાએ આજીવિકા છીનવી લેતા આ પરીવાર ની  આંખમાંથી અશ્રુઓ વહી છુટ્યા હતા.

print 4 કોરોનામાં ખેડૂત પરીવારે યુવાન પુત્ર ગુમાવ્યો અને વાવાઝોડાએ બાગાયતી પાક છીનવી લીધો..

તાજેતરમાં કોરોનાની બીજી લહેર ગ્રામ્ય વિસ્તાર સુધી પહોચી ગઇ હોય ત્યારે તાલુકાના નાના એવા સુલતાનપુર ગામમાં બાગાયતી ખેતી ધરાવતા પટેલ પરીવારના બાબુભાઇ લવાભાઇ અપાણી તેમજ તેમના યુવાન પુત્ર કનુભાઇ અપાણીને કોરોના પોઝિટીવ આવતા ઉનાની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ અને તેમનો પુત્ર ધનશ્યામભાઇ પિતા અને નાના ભાઇની સેવામાં દોડધામ કરતા હોય તે વખતે ધનશ્યામભાઇએ હોસ્પીટલમાં અન્ય દર્દીની પરિસ્થિતી જોઇ તેમનું હદય દ્રવી ઉઠ્યુ.  પરંતુ તે પોતે પણ લાચાર હતા. કેમ કે તેમના પિતા અને ભાઇની સારવાર શરૂ હોય અને સારવાર દરમ્યાન તા.17 એપ્રિલ ના કનુભાઇનું મોત નિપજતા પટેલ પરીવાર ભાંગી પડ્યો હતો.પિતાની તબીયત સારી થઇ ગઇ પણ પોતાનો ભાઇ ગુમાવ્યોનું દુઃખ ભારો ભાર ધનશ્યામભાઇને હતું.

print 5 કોરોનામાં ખેડૂત પરીવારે યુવાન પુત્ર ગુમાવ્યો અને વાવાઝોડાએ બાગાયતી પાક છીનવી લીધો..

અને એ વખતે લોકો કહેતા કે કોરોનામાં નાળીયેર રૂ.100 માં વહેચાઇ રહ્યા છે.  તે વાત પરથી ધનશ્યામભાઇએ નક્કી કર્યુ કે તેમની વાડીમાં 175 નાળીયેરના ઝાડ હોય અને જરૂરીયામંદને નાળીયેર જોતા હોય તે તમામને નાળીયેર મફત આપવા અને તેમણે રૂ. 25 હજારથી વધુના નાળીયેર મફત આપ્યા હતા. ત્યાર બાદ તા.17 મે.ના તાઉતે વાવાઝોડુ આવ્યુ અને તેમના 11 વિધામાં વર્ષોથી માવજત કરેલ નાળીયેરના 175 ઝાડ તથા આંબાના ઝાડ જળમૂળ માંથી ઉખડી ગયા હતા.

print 6 કોરોનામાં ખેડૂત પરીવારે યુવાન પુત્ર ગુમાવ્યો અને વાવાઝોડાએ બાગાયતી પાક છીનવી લીધો..

ધનશ્યામભાઇ તથા તેમના પત્નિ દયાબેન પોતાની વાડીની હાલત અને પાક જોઇને રડવા લાગ્યા. અને દયાબેન અશ્રુભિની આંખે કહેતા હતા કે અમે હેલ ભરીને પાણી પિવડાવી વૃક્ષોનો ઉછેર કર્યો હતો. હવે અમારી પાસે પુરતા પૈસા પણ નથી. ખેતરને સાફ કેમ કરીશું જ્યારે બીજી તરફ 15 દિવસથી વાવાઝોડાના લીધે લાઇટ પણ ન હોવાથી મુંગા પશુ ઓની હાલત પણ દયાજનક બની ગયેલ હોય ધનશ્યામભાઇએ પોતાની ગીર ગાય માટે નિરણ કે પાણી ન હોવાથી ગીર ગાયને બહાર ગામ તેમના સંબંધીને મફતમાં આપી દીધી હોવાનું જણાવેલ હતું. અને કહેવા લાગેલ કે આ વાવાઝોડાની થપાટ કારમી લાગી છે. અને ભગવાન પણ બધી બાજુથી એક સાથે કસોટી લઇ રહ્યાં છે..

મારા છોકરાની જેમ વૃક્ષોનો ઉછેર કર્યો હતો..
તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી હોય ત્યારે દયાબેને જણાવેલ કે આ વૃક્ષોને છોકરાની જેમ ઉછેર કર્યો હતો. અને આજે ખેતરની હાલત જોઇ દુઃખ થાય છે. અમને તો કોરોના અને વાવાઝોડા બન્ને એ થપાટ મારતા જવાનજોધ પરીવારનો સભ્ય એટલુજ પણ નહી કુદરતે અમારી આજીવિકાસ પણ છીનવી લીધી.

 રૂ. 70 હજારના 7 રેડમીસીવર ઇન્જેક્શન કાળાબજારમાં લીધા…
સુલતાનપુર ગામના આ ખેડૂત પરીવારમાં બે સભ્યને કોરોના પોઝોટીવ આવતા તેમની સારવાર માટે રૂ.70 હજારના 7 રેડમીસીવર ઇન્જેક્શન કોરોના ગ્રસ્ત દર્દીને બચાવવા કાળાબજાર ભાવે ખરીધ્યા હતા. છતાં પણ એક સભ્યએ જીદગી ગુમાવી હતી. અને ત્યાર બાદ કુદરતી આફત આવતા આખી જીંદગીની કમાણી પણ ગુમાવી દીધી છે.