Not Set/ દેશમાં કોરોનાની રફતાર બેકાબૂ,છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કેસ,703 દર્દીનાં મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ત્રણ લાખ 47 હજાર 254 નવા કેસ નોંધાયા છે અને 703 લોકોના મોત થયા છે. 

Top Stories India
CORONA 10 દેશમાં કોરોનાની રફતાર બેકાબૂ,છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કેસ,703 દર્દીનાં મોત

દેશમાં  કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે,કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, આ ઉપરાંત કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા પ્રકાર ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ત્રણ લાખ 47 હજાર 254 નવા કેસ નોંધાયા છે અને 703 લોકોના મોત થયા છે.  કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધીમાં 9,692 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક પોઝિટિવ દર હવે 17.94% છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 20 લાખ 18 હજાર 825 થઈ ગઈ છે.  આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 88 હજાર 396 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ 51 હજાર 777 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 60 લાખ 58 હજાર 806 લોકો ચેપ મુક્ત થઈ ગયા હતા

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 160 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 70 લાખ 49 હજાર 779 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 160 કરોડ 43 લાખ 70 હજાર 484 ડોઝ આપવામાં આવ્યા છે.