Not Set/ સુરત શહેરમાં કોરોના ટેસ્ટિંગની ગતિ તેજ, સ્પ્રેડર બની શકે એવા લોકોને શોધવા કામગીરી શરૂ

શહેરમાં પાલિકાની આરોગ્ય ટીમ ઠેર-ઠેર તૈનાત કરવામાં આવી છે. શહેરમાં જાહેર માર્ગો અને તમામ સોસાયટીઓમાં ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

Gujarat Surat
cricket 58 સુરત શહેરમાં કોરોના ટેસ્ટિંગની ગતિ તેજ, સ્પ્રેડર બની શકે એવા લોકોને શોધવા કામગીરી શરૂ

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

શહેરમાં પાલિકાની આરોગ્ય ટીમ ઠેર-ઠેર તૈનાત કરવામાં આવી છે. શહેરમાં જાહેર માર્ગો અને તમામ સોસાયટીઓમાં ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

પાલિકા કમિશનર દ્વારા તમામ જગ્યાઓ પર ટેસ્ટીંગ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રેડ ઝોન જાહેર કરવામાં આવેલા ઝોનમાં અને જાહેર માર્ગો પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. માસ્ક વગર ફરતા લોકોને દંડને બદલે કોરોનાનાં ટેસ્ટ કરવામાં રહ્યા છે. દુકાનદારો અને કર્મચારીઓનાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જે લોકોનાં પોઝિટિવ કેસ સામે આવતા તેમની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. પાનનાં ગલ્લાવાલાઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોરોના પોઝિટિવ શોધી કાઢવા પાલિકાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ