Alert!/ કોરોનાનો ખતરો હજુ પૂરી રીતે ટળ્યો નથી, નવા ખતરનાક વેરિઅન્ટથી કેન્દ્ર સરકાર એલર્ટ

સમગ્ર વિશ્વમાં એકવાર ફરી કોરોનાનાં કેસ ઝડપથી વધવા લાગ્યા છે. ત્યારે જો ભારતની વાત કરીએ તો અહી ખતરનાક કોરોના વેરિઅન્ટની દસ્તકથી કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે.

Top Stories India
કોરોના વેરિઅન્ટ

દેશમાં ભલે કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે પરંતુ હજુ સાવધાન રહેવાની જરૂર છે. વિશ્વમાં એકવાર ફરી કોરોનાનાં કેસ ઝડપથી વધવા લાગ્યા છે. ત્યારે જો ભારતની વાત કરીએ તો અહી ખતરનાક કોરોના વેરિઅન્ટની દસ્તકથી કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે.

કોરોના વેરિઅન્ટ

આ પણ વાંચો – 26/11ના મુંબઈ આતંકી હુમલાના / કાવતરાખોર લખવી સહિત સાત આતંકવાદીઓ ઝડપાયા,પરંતુ કોઈ કાર્યવાહી ન થઇ

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા હતા. જે હવે ન થાય તે માટે લોકો એલર્ટ થઇ જવાની જરૂર જણાઇ છે. હવે ડેલ્ટા વેરિઅન્ટ કરતા કોરોના વાયરસનું વધુ ચેપી સ્વરૂપ દક્ષિણ આફ્રિકા અને બોત્સ્વાનામાં સામે આવ્યું છે. આ વેરિઅન્ટનાં કારણે, કોવિડ-19 ચેપ વધુ ઝડપથી ફેલાવવાની સંભાવના છે. આ વેરિઅન્ટ અત્યાર સુધીમાં વાયરસનું સૌથી વધુ પરિવર્તિત સ્વરૂપ છે. કોરોનાનાં આ નવા પ્રકારને B.1.1 તરીકે રાખી શકાય છે. આ વેરિઅન્ટનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે સારવાર ન કરાયેલા HIV-AIDS દર્દીમાંથી વિકસિત થયો છે. ભારતની મોદી સરકાર પણ આ અંગે સતર્ક થઈ ગઈ છે, કારણ કે આ વેરિઅન્ટ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાના પ્રવાસીઓમાં જોવા મળ્યો છે. લંડનમાં યુસીએલ જેનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટનાં ડિરેક્ટર ફ્રાન્કોઇસ બૉલોક્સે સાયન્સ મીડિયા સેન્ટર દ્વારા પ્રકાશિત એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેના ક્રોનિક સંક્રમણ દરમિયાન વિકસિત થવાની સંભાવના બની છે. આ તબક્કે તે કેટલું સંક્રમણ ફેલાવી શકે છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. થોડા સમય માટે તેનું નજીકથી નિરીક્ષણ અને વિશ્લેષણ કરવું જોઈએ. કોરોના વાયરસનાં આ નવા વેરિઅન્ટને લઈને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝે એક નિવેદનમાં કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ડઝનેક કેસ નોંધાયા છે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. તે દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસીઓમાં બોત્સ્વાના અને હોંગકોંગમાં પણ જોવા મળ્યું છે. આ મહિનાની શરૂઆતમાં લગભગ 100 નવા કેસ જોવા મળ્યા હતા, જે બુધવારે દૈનિક સંક્રમણની સંખ્યા 1,200 થી વધુ થઈ ગયા હતા.

કોરોના વેરિઅન્ટ અને PM મોદી

આ પણ વાંચો – ઓટો સ્ક્રેપેજ પોલિસી / જૂના વાહનોને સ્ક્રેપમાં નાખી નવા વાહનો ખરીદવા પર ટેક્સમાં આપશે વધુ છૂટ મળશે : ગડકરી

આ નવા વેરિઅન્ટનાં જોખમ વિશે ચેતવણી આપતા, કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી દેશોમાંથી આવતા અથવા પસાર થતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક તપાસ અને સ્ક્રીનિંગ કરવા જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આ દેશોમાં ગંભીર જાહેર આરોગ્ય અસરો સાથે કોવિડ-19નાં નવા વેરિઅન્ટ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં અધિક મુખ્ય સચિવો અથવા મુખ્ય સચિવો અથવા સચિવ (આરોગ્ય) ને લખેલા પત્રમાં તેમને ખાતરી કરવા જણાવ્યું છે કે ચેપગ્રસ્ત જોવા મળેલા મુસાફરોનાં નમૂનાઓ તરત જ જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે.