Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાની સૂનામી છેલ્લા 24 કલાકમાં 832 લોકોનાં મોત

કોરોાની સૂનામી છેલ્લા 24 કલાકમાં 832નાં મોત

India
mumbai મહારાષ્ટ્રમાં કોરોનાની સૂનામી છેલ્લા 24 કલાકમાં 832 લોકોનાં મોત

દેશભરમાં કોરોનાએ તાંડવ મચાવ્યો છે.કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે અને કોરોનાથી લોકો મરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વધુ ભયંકર જોવા મળી છે પ્રતિદિન 60 હજાર થી વધુ નવા કેસો નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 832નાં મોત થયાં છે. કોરોના સંક્રમણના નવા 66191 કેસો નોંધાયા છે.

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે એમાં પણ મહારાષ્ટ્રની હાલત અતિ કફોડી બની છે લોકડાઉન લગાવી દીધાં બાદ પણ કોરોનાનો કહેર થંભવાનો નામ નથી લેતો.કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે. એક બાજુ ઓક્સિજનની અછત અને બીજી બાજુ કોરોનાના નવી કેસો વધી રહ્યા છે. રાજ્ય સરકારની ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં 66,191 નવા કેસો સામે આવ્યાં છે અને 832 લોકોનાં મોત થયાં છે જયારે કોરોનાથી61450 લોકો સાજા થયાછં.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વધુ વિસ્ફોટક છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 698354 કેસ એકટીવ થયાં છે અને 64 760 લોકોના કુલ મોત થયાં છે.