USA/ USમાં કોરોનાનો જ્વાળામુખી ફાટયો, 24 કલાકમાં રેકોર્ડ બ્રેક નોંધાયા 3 લાખ કેસ, બે દિવસમાં 6 લાખ નજીક

અમેરિકા જેવી મહાસત્તા અત્યારે સમગ્ર વિશ્વની સાથે કોરોના મહામારી ઉપરાંત આંતરિક રાજકારણ બંનેનો માર સહન કરી રહી છે. અત્યાર સુધીમાં અમેરિકાના સૌથી વધારે કોરોનાના કેસ સામે આવતા

Top Stories World
1

અમેરિકા જેવી મહાસત્તા અત્યારે સમગ્ર વિશ્વની સાથે કોરોના મહામારી ઉપરાંત આંતરિક રાજકારણ બંનેનો માર સહન કરી રહી છે. અત્યાર સુધીમાં અમેરિકાના સૌથી વધારે કોરોનાના કેસ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે.છેલ્લા 24 કલાકની અંદર જ 3 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે તેમજ 3900 લોકોના મોત થયા છે.

First US novel coronavirus reinfection case identified in study, World News | wionews.com

USA / અમેરિકી સંસદ હુમલામાં સંડોવાયેલાની નોકરી ખતરામાં, FBI મેળવી …

અમેરિકન સંસ્થાના અહેવાલ પ્રમાણે છેલ્લા બે દિવસમાં 5.80 લાખ નવા કોરોનાના કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ બે દિવસની અંદર જ 8200 નાગરિકોના મોત નિપજ્યા છે. તેમજ 72 કલાકમાં આંકડો 8.40 લાખને પાર થયો છે તથા 12,300 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.અમેરિકામાં પહેલેથી જ ટ્રમ્પ સરકાર કોરોનાની મહામારી અંગે બેદરકાર જોવા મળી હતી. જેનું પરિણામ હવે અમેરિકાની સામાન્ય જનતા સહિત તમામ લોકોએ ભોગગવું પડી રહ્યું છે.

Covid-19: the US considers asymptomatic testing unnecessary

નિધન / પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, 94 વર્ષની વયે લીધ…

આ ઉપરાંત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બ્રાઝિલમાં પણ કોરોના ફરીથી બેકાબૂ થયો છે અને બ્રાઝિલમાં છેલ્લા 24કલાકમાં હજારો કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ બ્રાઝિલમાં પણ 24 કલાકની અંદરઅસંખ્ય  મોત નિપજ્યા છે. આ ઘટનાના પગલે અમેરિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે તેમજ લોકોને કોરોના માટે બે જવાબદારી ન દાખવવા માટે સરકારના વિભાગો દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.

Estados Unidos registam mais de 215 mil casos e quase três mil mortes por covid-19 – O Jornal Económico

USA / ટ્વિટરે કર્યુ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ @realDonaldTrump હંમ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…