Covid-19/ કોરોનાનાં કેસમાં એક જ દિવસમાં લગભગ 13 ટકાનો થયો વધારો

ભારતમાં કોરોના સંક્રમણનાં કેસો વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, હવે કેરળમાં કોરોના સંક્રમણનાં કેસો ઘટવા લાગ્યા છે.

Top Stories India
ઝડપથી

ભારતમાં કોરોના સંક્રમણનાં કેસો વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, હવે કેરળમાં કોરોના સંક્રમણનાં કેસો ઘટવા લાગ્યા છે. જો કે હાલમાં, કેરળમાંથી 68 ટકા કેસ બહાર આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, હાલમાં કેરળમાં કોરોનાનાં 1.99 લાખથી વધુ એક્ટિવ કેસ છે. વળી, મિઝોરમ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા 5 રાજ્યોમાં કોરોનાનાં 10,000 થી વધુ સક્રિય કેસ છે.

આ પણ વાંચો – TRENDING WAR / વડાપ્રધાન મોદીનો જન્મદિવસ અને ટ્વિટર પર રાષ્ટ્રીય બેરોજગાર દિવસનો ટ્રેન્ડ, લોકોએ કહ્યું – બે કરોડ નોકરીઓ ક્યાં છે?

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 34,403 નવા કેસ નોંધાયા છે અને 320 લોકોનાં મોત થયા છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 97.65% છે. છેલ્લા 24 કલાકમાં 37,950 લોકો કોરોનાથી ઠીક થયા છે. વળી, અત્યાર સુધીમાં કુલ 3,25,98,424 લોકો કોરોનાથી ઠીક થયા છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.97% છે જે છેલ્લા 84 દિવસથી 3 ટકાથી નીચે છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.25% છે જે છેલ્લા 18 દિવસથી 3 ટકાથી નીચે છે. 24 કલાકમાં 63,97,972 રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં, કુલ 77.24 કરોડ રસી ડોઝ આપવામાં આવી છે. આ પરિસ્થિતિઓમાં પહોંચવા માટે કેરળ પણ જવાબદાર છે જ્યાં કોરોનાનો દૈનિક આંક 20 હજારથી ઉપર રહે છે. કોરોનાનાં મહત્તમ નવા કેસ દક્ષિણનાં રાજ્યોમાંથી આવી રહ્યા છે. વળી, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. જો કે, બધામાં રિકવરી રેટમાં વધારો થવાને કારણે, કોવિડનાં સક્રિય કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં કોરોનાની રિકવરી રેસ 97.65%છે. વળી, કુલ કેસોમાંથી 1.02% એક્ટિવ છે.

આ પણ વાંચો – સરપ્રાઈઝ નિરીક્ષણની સજા..! / કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સામાન્ય દર્દી બની હોસ્પિટલ ગયા તો ગાર્ડે ફટકારી લાકડી, પછી જાણો શું થયું ? 

દેશમાં કોરોનાની સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે, જ્યા ગુરુવારે, કોરોના વાયરસ સંક્રમણનાં 22,182 નવા કેસ નોંધાયા હતા, જે કોરોનાનો સૌથી ખરાબ સામનો કરી રહ્યુ છે, વળી આ મહામારીનાં કારણે વધુ 178 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે, કુલ કેસો વધીને 44,46,228 અને મૃત્યુઆંક 23,165 પર પહોંચી ગયો છે. દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટનાં રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસો 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા છે. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને પાર, 4 મેનાં રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર કરી ગયા હતા.