Not Set/ કોરોના કેસ વધતા સીએમ રૂપાણી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

આજે  કેસ3૦૦૦ ને આસપાસ નોધાયા

Top Stories Gujarat
Untitled 37 કોરોના કેસ વધતા સીએમ રૂપાણી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

8 મનપામાં 500 બેડની હોસ્પિ.શરૂ થશે
8 IAS,IFS અધિકારીઓનમે સોંપાઇ જવાબદારી
ખાનગી હોસ્પિ.પણ કોવિડ સેન્ટર શરૂ કરી શકશે
દૈનિક 1500થી 2000 નો ચાર્જ લઇ શકશે
SVP અસારવા- સોલા સિવિલથી મળશે રેમડેસિવિર

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે  કેસ૩૦૦૦ ને આસપાસ નોધાયા.જેને લઈને આજે cm તેમજ ડેપ્યુટી cm ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.જેમાં  ઓક્સીજન ઉત્પાદકોને સરકાર દ્વારા આદેશ અપાયો છે કે ઓક્સીજનની ૬૦ ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્રેને આપવાની રહેશે.આ ઉપરાંત ગુજારતના 8 મહાનગરોમાં ૫૦૦ બેડની હોસ્પિટલ શરુ થશે.જેમની જવાબદારી 8 IAS અને IFSને સોપાશે.તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડ સેન્ટર શરુ કરી શકાશે.જેમનો ચાર્જ દૈનિક1500 થી2000 લઇ શકાશે.આ ઉપરાંત svp અને અસારવા -સોલા સિવિલથી પણ રેમડેસીવિર મેળવી શકાશે.

મુખ્યમંત્રી – નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની બેઠક

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે ૭ જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા જેમાં

1. કોરોના સંક્રમિતોની સારવાર માટે ઓકસીજન સપ્લાય પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્યના ઓકસીજન ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના ૬૦ ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્ર માટે આપવાનો રહેશે

2. રાજ્યના ૮ મોટા મહાનગરોમાં ૫૦૦-૫૦૦ બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અને તેના સમગ્ર સુપરવિઝન-સંકલન માટે ૮ IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી

3. પ્રાયવેટ નર્સિંગ હોમ-કલીનીકસ ICU કે વેન્ટીલેટર સુવિધા સિવાય ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે

4.કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ રૂ. બે હજાર – અને કોવિડ કેર સેન્ટર માટે દૈનિક મહત્તમ ૧પ૦૦ ચાર્જ લઇ શકાશે – આ ચાર્જમાં રેમડીસીવીર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થશે નહી

5. સિવીલ હોસ્પિટલ સોલા-એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને નગરી તથા એલ.જી. હોસ્પિટલોમાં આગામી ત્રણથી પાંચ દિવસમાં રેમડીસીવીર ઇન્જેકશન કોરોના સંક્રમિતો માટે નહિ-નફો નહિ નુકશાનના ધોરણે ઉપલબ્ધ કરાવાશે

6.આગામી દિવસોમાં રાજ્યની બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી ટ્રિપલ લેયર માસ્ક રૂપિયા એકની કિંમતે નાગરિકોને મળતા થશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ