Cricket/ IPL ની બ્રાન્ડ વેલ્યુને લાગી કોરોનાની નજર, 6 વર્ષમાં પહેલીવાર થયુ આવુ

કોરોના રોગચાળાનાં આંચકા પછી, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની બ્રાન્ડ વેલ્યુ 2020 માં 3.6 ટકા ઘટીને રૂ. 45,800 કરોડ થઈ ગઇ છે.

Sports
ગરમી 28 IPL ની બ્રાન્ડ વેલ્યુને લાગી કોરોનાની નજર, 6 વર્ષમાં પહેલીવાર થયુ આવુ

કોરોના રોગચાળાનાં આંચકા પછી, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની બ્રાન્ડ વેલ્યુ 2020 માં 3.6 ટકા ઘટીને રૂ. 45,800 કરોડ થઈ ગઇ છે. આ માહિતી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટથી પ્રાપ્ત થઈ છે. વર્ષ 2019 માં, આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂ 47,500 કરોડ રૂપિયા હતી, જે પાછલા વર્ષ કરતા 7 ટકાનો વધારો દર્શાવે છે.

ગરમી 29 IPL ની બ્રાન્ડ વેલ્યુને લાગી કોરોનાની નજર, 6 વર્ષમાં પહેલીવાર થયુ આવુ

Cricket / ભારતનાં કયા ખેલાડીએ કર્યો 2025 માં ‘Best ક્રિકેટર’ બનવાનો દાવો?

વૈશ્વિક રોગચાળાને કારણે વર્ષ 2020 આર્થિક રીતે ખૂબ જ પડકારજનક રહ્યુ હતું, અને વિશ્વમાં, રમતગમતની પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી અને ઘણી ટૂર્નામેન્ટોને સ્થગિત કરવી પડી હતી. જો કે, રિલાયન્સ ગ્રૂપની માલિકીની મુખ્ય ફ્રેન્ચાઇઝીમાંની એક, મુંબઇ ઇન્ડિયન્સને સતત પાંચમાં વર્ષે બ્રાન્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેની બ્રાંડ વેલ્યુ રૂ.761.0 કરોડ છે. 2019 ની સરખામણીએ આ 5.9 ટકાનો ઘટાડો છે. Duff & Phelps એ બુધવારે આઈપીએલ પર વેલ્યુએશન રિપોર્ટની સાતમું એડિશન બહાર પાડતી વખતે જણાવ્યું હતું. 2019 થી ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ની બ્રાન્ડ વેલ્યુ અનુક્રમે 16.5 ટકા અને 13.7 ટકા ઘટી છે.

ગરમી 30 IPL ની બ્રાન્ડ વેલ્યુને લાગી કોરોનાની નજર, 6 વર્ષમાં પહેલીવાર થયુ આવુ

Cricket / કોહલી માટે ઈતિહાસ રચવાની તક, માત્ર આટલા રન ફટકારતા બનશે વર્લ્ડ રેકોર્ડ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સીએસકેનું મૂલ્ય 732 કરોડ રૂપિયાથી ઘટીને 611 કરોડ રૂપિયા થયું છે. તો વળી કેકેઆરની કિંમત 629 કરોડ રૂપિયાથી ઘટીને 543 કરોડ રૂપિયા થઈ ગઈ છે. Duff & Phelps એ જણાવ્યું હતું કે, રોગચાળાનું વર્ષ કહેવાતુ 2020 એક પડકારજનક હતું,  જેણે રમતોનાં અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું હતું અને રમત કેલેન્ડરને અવરોધિત કર્યુ હતું, જેમા ઘણી ટૂર્નામેન્ટ્સ મુલતવી રાખવામાં અથવા રદ કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ