Not Set/ દેશમાં કોરોનાની સેકન્ડ લહેર મંદ ગતિએ

રિકવરીના કેસોમાં વધારો નવા કેસોમાં ઘટાડો

Top Stories
corona123 દેશમાં કોરોનાની સેકન્ડ લહેર મંદ ગતિએ

ભારતમાં બીજી લહેર ધીમે ધીમે મંદ પડી રહી છે. છેલ્લા 25 દિવસથી કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જે દેશ માટે સારી વાત છે.કોરોના વારસના નવા કેસો ઘીમે ધીમે ઘટી રહ્યા છે. નવા કેસોની સામે રિકવરીના કેસામાં વધારો જોવા મળી રહ્યો છે લોકો કોરોનાને માત આપીને સાજા થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1.65 લાખ નવા કેસો નોંધાયા છે. બીજી લહેરના તળીયે કેસો પહોંચ્યા છે.

કોરોના એક્ટિવ કેસો ફરી નોધપાત્ર ઘટાડો જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક લાખનો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક માં 2.60 લાખ કરતાં પણ વધારે રિકવરીના કેસો વધી રહ્યા છે. કોરોનાને માત આપીને સાજા થઇ રહ્યા છે જયારે કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 20.80 લાખ લોકોના ટેસ્ટ થયાં છે. અને દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા સવા ત્રણ લાખને પાર કરી ગઇ છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં કોરોનાની રફતાર ધીમી પડી છે. હાલ લોકડાઉનની અસરથી કેસોમાં ઘટાડો જોવાઇ રહ્યો છે.