Not Set/ ઇંગ્લેન્ડમાં કોરોનાનો હાહાકાર , ફરીથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરતા વડાપ્રધાન બોરિસ જોન્સન

સમગ્ર વિશ્વ છેલ્લા આઠ-નવ મહિનાથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું હતું તેની વચ્ચે ઇંગ્લેન્ડમાં આવેલા કોરોનાના નવા સ્ટ્રેન બાદ કોરોનાના કેસ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. સતત સાતમા

Top Stories World
1

સમગ્ર વિશ્વ છેલ્લા આઠ-નવ મહિનાથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું હતું તેની વચ્ચે ઇંગ્લેન્ડમાં આવેલા કોરોનાના નવા સ્ટ્રેન બાદ કોરોનાના કેસ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. સતત સાતમા દિવસે 50,000 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલું જ નહીં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી હોય તેવું લાગી રહ્યું છે. આ પરિસ્થિતિના કારણે સમગ્ર ઇંગ્લેન્ડ વાસીઓની સુરક્ષા માટે વડાપ્રધાન બોરિસ જોન્સને સમગ્ર ઇંગ્લેન્ડમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.

ઇંગ્લેન્ડમાં કોરોનાનો નવોસ્ટ્રેન બેફામ બન્યો છે. 24 કલાકમાં 58,800 નવા કેસ નોંધાયા છે. કુલ કેસની બાબતમાં ફ્રાન્સને પછાડી અને ઇંગ્લેન્ડ હવે પાંચમા ક્રમનો દેશ થઈ ગયો છે.સ્ટ્રેનની ઘાતક અસરને ધ્યાનમાં લેતા ઇંગ્લેન્ડમાં નવેસરથી કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.તેમજ લોકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

1
2

GST / દેશની આ બે મોટી કંપનીઓના પર જીએસટી ચોરીનો આરોપ, તપાસ શરૂ…

કોરોનાનો નવો સ્ટ્રેન 50 થી 70 ટકા ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે, જેના કારણે લોકડાઉનનું અમલીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં સમગ્ર ઇંગ્લેન્ડમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાતના પગલે હવે શાળા અને કોલેજો ફરીથી બંધ રહેશે તેમજ ફેબ્રુઆરી સુધી લોકડાઉન રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ શાળા-કોલેજોની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ગત માર્ચ મહિના જેવું જ લોકડાઉન અમલી બનાવવામાં આવી રહ્યું છે.

FIR / સલમાનખાનના બે ભાઈઓ સામે આ કારણથી BMCએ નોંધાવી FIR…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…