Not Set/ NASAનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ,બ્રહ્માંડની માહિતી આપશે…

NASAનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ, પ્રારંભિક તારાઓ અને આકાશગંગાઓ તેમજ જીવનના ચિહ્નો શોધવા માટે બ્રહ્માંડની શોધખોળ કરવાના તેના મિશન પર શનિવારે રવાના થશે

Top Stories World
nasa NASAનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ,બ્રહ્માંડની માહિતી આપશે...

વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ NASAનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ, પ્રારંભિક તારાઓ અને આકાશગંગાઓ તેમજ જીવનના ચિહ્નો શોધવા માટે બ્રહ્માંડની શોધખોળ કરવાના તેના મિશન પર શનિવારે રવાના થયો.યુએસ સ્પેસ એજન્સી નાસાના ‘જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’એ યુરોપીયન રોકેટ ‘એરિયન’ પર સવાર થઈને નાતાલની સવારે દક્ષિણ અમેરિકાના ઉત્તર-પૂર્વ કિનારે ફ્રેન્ચ ગુયાના સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી.નાસા અત્યાર સુધી અવકાશની માહિતી માટે હબલ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરતું હતું, પરંતુ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ હબલ ટેલિસ્કોપ કરતાં અનેક ગણું વધુ શક્તિશાળી છે. તેને બનાવવાથી લોન્ચ કરવા માટે $10 બિલિયનનો ખર્ચ થયો છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ તેના ગંતવ્ય સુધી પહોંચવા માટે 1.6 મિલિયન કિલોમીટર અથવા ચંદ્ર કરતાં ચાર ગણી વધુ મુસાફરી કરશે. ત્યાં પહોંચવામાં એક મહિનો લાગશે અને પછી આવતા પાંચ મહિનામાં તેની ઇન્ફ્રારેડ આંખો બ્રહ્માંડની શોધખોળ શરૂ કરવા માટે તૈયાર થઈ જશે.

નાસાના પ્રશાસકે શું કહ્યું?

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, “તે આપણને આપણા બ્રહ્માંડ અને તેમાં આપણું સ્થાન, આપણે કોણ છીએ, આપણે શું છીએ તેની વધુ સારી સમજણ આપશે.” જો કે, તેણે ચેતવણી પણ આપી હતી કે, “જ્યારે તમને મોટો પુરસ્કાર જોઈએ છે, તમારી સામે સામાન્ય રીતે મોટું જોખમ હોય છે.”

એક અઠવાડિયા માટે લોન્ચ પ્રભાવિત

વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ ટેલિસ્કોપના લોન્ચિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. છેલ્લી ઘડીની ટેકનિકલ ખામીએ લગભગ એક અઠવાડિયા સુધી લોન્ચને અસર કરી અને પછી જોરદાર પવન તેને ક્રિસમસ તરફ ધકેલ્યો.

લૉન્ચ પહેલાં ચેતવણી આપવામાં આવી

NASA એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને લોન્ચ પહેલા ચેતવણી આપી હતી કે ‘300 થી વધુ વસ્તુઓ ખોટી થઈ શકે છે, જેના કારણે લોન્ચિંગ અટકી શકે છે. આ અઠવાડિયે અધિકારીઓએ જણાવ્યું હતું કે રોકેટ અને ટેલિસ્કોપ વચ્ચે તૂટક તૂટક સંચાર થતો હતો.

ટેલિસ્કોપનું નામ જેમ્સ વેબના નામ પરથી રાખવામાં આવ્યું છે

જૂના હબલ સ્પેસ ટેલિસ્કોપના અનુગામી તરીકે, લાંબા સમયથી પેન્ડિંગ જેમ્સ વેબ ટેલિસ્કોપનું નામ 1960ના દાયકામાં નાસાના એડમિનિસ્ટ્રેટર જેમ્સ વેબના નામ પરથી રાખવામાં આવ્યું છે. NASA એ સાત ટનના આ નવા ટેલિસ્કોપને બનાવવા અને લોન્ચ કરવા માટે યુરોપીયન અને કેનેડિયન સ્પેસ એજન્સીઓ સાથે ભાગીદારી કરી, જેના પર 29 દેશોના હજારો લોકો 1990 ના દાયકાથી કામ કરી રહ્યા છે.

બ્રહ્માંડની ઉત્પત્તિ પર શોધ

એકવાર જેમ્સ વેબ ટેલિસ્કોપ અવકાશમાં પહોંચશે, તે બ્રહ્માંડની રચનાના પ્રારંભિક તબક્કા દરમિયાન રચાયેલા તારાઓ અને તારાવિશ્વોને 13.7 અબજ વર્ષ પાછળ જોવાનો પ્રયાસ કરશે. જેમ્સ વેબ ટેલિસ્કોપને પૃથ્વી પર મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ ટાઈમ મશીન પણ કહેવામાં આવે છે, કારણ કે તે બ્રહ્માંડની ઉત્પત્તિ શોધવાનું છે.

વૈજ્ઞાનિકો એકબીજાને ગળે લગાવ્યા

કંટ્રોલ રૂમમાં રહેલા લોકોએ સાંતાની ટોપી પહેરી હતી. ટેલિસ્કોપના લોન્ચિંગ પછી કેન્દ્રમાં તાળીઓનો ગડગડાટ થયો અને ઉત્સાહી વૈજ્ઞાનિકોએ એકબીજાને ગળે લગાવ્યા. તેઓ ટેલિસ્કોપના નામથી બૂમો પાડી રહ્યા હતા, “ગો વેબ.”Arianespace CEO સ્ટીફન ઇઝરાયલે લોન્ચિંગ પછી કહ્યું, “અમે આજે સવારે માનવતા માટે લોન્ચ કર્યું.” ટેલિસ્કોપમાં ઘણા સાધનો છે અને તેમાં સોનાનો ઢોળ ચડાવેલો અરીસો પણ લગાવવામાં આવ્યો છે.